શરદપૂનમ પર ક્યારેય તમે ટેસ્ટ કર્યા છે ફ્લેવર્ડ પૌવાં ?
- સુરતના ફ્લેવર્ડ પૌવાનો ટેસ્ટ હવે શહેરના સીમાડા વટાવી રહી છે.
- સુરતના વેપારીઓ એક ડઝનથી થી વધુ ફ્લેવર્ડ માં પૌવા બનાવે છે.
- પહેલાં સુરતીઓ જ ફ્લેવર્ડ પૌવા ખાતા હતા તે હવે નવસારી, ચીખલી અને વલસાડ જેવા નાના શહેરોમાં પણ વેચાઈ રહ્યાં છે.
સ્વાદ ના શોખીન સુરતીઓ અન્ય તહેવાર સાથે શરદપૂનમના તહેવારની ઉજવણી પણ ભારે ઉત્સાહથી કરે છે. આ દિવસે દૂધ પૌંવા ખાવાનો રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે. પરંતુ ટેસ્ટનેટવિસ્ટ કરનારા સુરતીઓ છેલ્લા કેટલાક વર્ષોથી શરદપૂનમમાં વિવિધ ફ્લેવર્ડ માં પૌવા ખાઈ રહ્યાં છે. અત્યાર સુધી ફ્લેવર્ડ પૌવાનો ટ્રેન્જ માત્ર સુરત શહેરમાં જ જોવા મળતો હતો. પરંતુ આ વર્ષથી સુરતના આ ટેસ્ટ હવે દક્ષિણ ગુજરાતમાં પણ પ્રસરી રહ્યો છે જેના કારણે હવે ફ્લેવર્ડ પૌવાનું વેચાણ આવા નાના શહેરોમાં થઈ રહ્યું છે.
આ પણ વાંચો : આમ આદમી પાર્ટીની ગુજરાત વિધાનસભા ઈલેક્શનની ચોથી યાદી થઈ જાહેર
છેલ્લા કેટલાક વર્ષોથી સુરત શહેરમાં શરદપૂનમના દિવસે સાદા દુધ પૌંવાને બદલે ફ્લેવર્ડ પૌવાનો ટ્રેન્ડ ચાલી આવ્યો છે. પરંતુ વર્ષો જુની પરંપરા થી યંગસ્ટર્સ સાદા દૂધ પૌવાથી દૂર થઇ રહ્યા છે. પણ એક ડઝનથી વધુ ફ્લેવર વાળા પૌવા માર્કેટમાં મળતા થયા છે જેના કારણે સુરતના લોકો ફ્લેવર્ડ પાળા દુધ પૌવા ખાતા થયા છે.
સુરતના શરદપૂનમે ખવાતા ફ્લેવર્ડ પૌવાની વઘી ડિમાન્ડ…. #Surat #SharadPurnima #DudhPauva #FlavoredPauva #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/h96zovcM7g
— Hum Dekhenge News (@humdekhengenews) October 6, 2022
અડાજણ વિસ્તારમાં પૌવાનું વેચાણ કરતા એક વેપારી કહે છે. શરદ પૂનમમાં સાદા પૌવાનું વેચાણ ઓછુ થવાના કારણે ફ્લેવર્ડ વાળા પૌવા બનાવવાનો વિચાર આવ્યો હતો. આજના છોકરાઓને ચોકલેટ અને કોફીનો ટેસ્ટ ભાવે છે તેથી તેમણે ટેસ્ટ ઉમેર્યો છે. દર વર્ષે ડિમાન્ડ મુજબ ફ્લેવર ઉમેરાતો જાય છે. છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં એક ડઝનથી વધુ ફ્લેવર્ડ પૌવાનું વેચાણ થઈ રહ્યું છે. જોકે, આ વર્ષે અમારા પણ આશ્ચર્ય વચ્ચે દક્ષિણ ગુજરાતના ગણદેવી, નવસારી અને વલસાડ જેવા નાના શહેરોમાંથી પણ ફ્લેવર્ડ પૌવા ની ડિમાન્ડ થઈ છે અને અમે સપ્લાય કરી રહ્યા છે. આ શહેરોમાં ફ્લેવર્ડ પૌવાનું વેચાણ થવા સાથે હવે અન્ય નાના શહેરોમાંથી પણ ફ્લેવર્ડ પૌંવાની ડિમાન્ડ થઈ રહી છે અને આગામી દિવસોમાં એવા શહેરમાં પણ સુરતની ફ્લેવર્ડ વાળા પૌવાનું વેચાણ થશે.
આટલા ફ્લેવર્ડના પૌવાનું થાય વેચાણ
રાજભોગ, રોઝ, વેનીલા, હાફુસ મેંગો, ચોકલેટ, રાસબરી, બટર સ્કોચ, કેસર, બદામ પિસ્તા, પાઈનેપલ, કસાટા, ગ્વાવા, મિક્સ ફ્રુટ, કેરમલ, કોફી આલ્મન્ડ, ફ્રેશ લીચી જેવા ફ્લેવર્ડ પૌંવાનું વેચાણ થાય છે.