શું તમે ક્યારેય સાંભળું છે કે લગ્ન કરવા માટે લોકોએ બીજાની પત્ની લઈ જવી પડે છે? જાણો અહીં કંઈક અલગ જ છે રીવાજ
સમગ્ર વિશ્વમાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે. દરેક સમાજો કે ધર્મોમાં તેમની જુની પરંપરાઓ મુજબ લગ્ન કરતા હોય છે પરંતુ શું તમે ક્યારેય આ પરંપરા વિશે સાંભળ્યું છે જ્યાં લગ્ન કરવા માટે છોકરાએ બીજાની પત્નીની ચોરી કરવી પડે છે ને પછી જ લગ્ન વિધિ પુરી થાય છે. તો આવો જાણીએ ક્યાં થાય છે આ રીતની વિધી.
અનેક માધ્યમો દ્વારા મહિલાઓને પ્રભાવિત કરે છે અહીંના પુરુષો:
પશ્ચિમ આફ્રિકામાં રહેતી વોડાબે આદિજાતિ એવી છે જ્યાં લગ્નના રીતી રીવાજો એવા છે કે તમે જાણશો તો તમને નવાઈ લાગશે. અહીં લગ્ન કરતા પહેલા પુરુષોએ બીજા પુરુષની પત્નીની ચોરી કરવી પડે છે. આ રીતે લગ્ન કરવાથી આ જનજાતિની ઓળખ છે. અહીં પ્રથમ લગ્ન કરવા માટે પરિવારના સભ્યોની સંમતિ જરૂરી છે. પણ જો બીજા લગ્નની વાત હોય તો પહેલા પુરુષોએ બીજા પુરુષની પત્ની ચોરી કરવી પડે છે. આવી સ્થિતિમાં જે લોકો બીજાની પત્નીને ચોરી નથી કરી શકતા તેઓ ફરીથી લગ્ન કરી શકતા નથી. અહીંના લોકોએ આ રિવાજ આજે પણ જાળવી રાખ્યો છે. તેથી દર વર્ષે ગેરેવોલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. જેમાં છોકરાઓ પોશાક પહેરે છે અને ચહેરા પર રંગ લગાવે છે. આ પછી, તેઓ નૃત્ય અને અન્ય ઘણાં માધ્યમો દ્વારા અન્યની પત્નીઓને આકર્ષવાનો પ્રયાસ કરે છે.
મહિલાઓ જજ બની કરે છે પુરુષોની સુંદરતાની કસોટી:
જો કે, આ સમય દરમિયાન એ વાતનું ધ્યાન રાખવું પડશે કે, મહિલાના પતિને આ વિશે ખબર ન પડે. આવી સ્થિતિમાં, જો કોઈ સ્ત્રી બીજા પુરુષ સાથે ભાગી જાય, તો લોકો તે બંનેને શોધીને તેમના લગ્ન કરાવી દે છે. આ પરંપરા બધાથી અલગ છે. ખાસ વાત એ છે કે, આ તહેવારમાં મહિલાઓ જજ બને છે જે પુરુષોની સુંદરતાની કસોટી કરે છે. આવી સ્થિતિમાં જે પુરુષ સૌથી વધારે આકર્ષક સાબિત થાય છે તો તેની સાથે તે મહિલા ન્યાયાધીશ જો ઇચ્છે તો તેની સાથે લગ્ન કરી શકે છે. પછી ભલે મહિલા ન્યાયાધીશ પહેલાથી જ પરિણીત હોય તો પણ તે બીજો પુરુષ પસંદ આવે તો લગ્ન કરી શકે છે.
આ પણ વાંચો : ચલો એક બાર ફિર સે અજનબી બન જાયેઃ ટોક્સિક બનતા સંબંધોને આગળ ન વધારો