ટ્રાવેલફોટો સ્ટોરીસંવાદનો હેલ્લારો

શું તમે ક્યારેય સોલો ટ્રાવેલ પર ગયા છો?, આ રહ્યા સોલો ટ્રાવેલ માટે વિશ્વભરના સુંદર સ્થાનો

Text To Speech

સોલો ટ્રીપનું આયોજન કરી રહ્યા છો? મહત્વનું છે, કે તમે શ્રેષ્ઠ સ્થાનો વિશે જાણકારી હાંસલ કરી લો. સામાન્ય રીતે, એકલા સફરને યાદગાર બનાવવા માટે ઘણી બધી સાહસિક પ્રવૃત્તિઓ કરવી પડે છે, અહીં અમે તમારી માટે ભારત અને વિદેશના સ્થળોની યાદી તૈયાર કરી છે.

ભારતમાં સોલો ટ્રીપના સ્થળો

ફાઈલ ફોટો

લદ્દાખ
જો તમને એડવેન્ચર ગમે છે, તો લદ્દાખ સોલો ટ્રીપ માટે બેસ્ટ છે. લદ્દાખ કઠોર ભૂપ્રદેશ, હિમનદીઓ, પર્વતો, તળાવો, પ્રાચીન બૌદ્ધ સંસ્કૃતિ અને મઠોના અદ્ભુત દૃશ્યોથી ઘેરાયેલું છે. સાહસિક પ્રવૃત્તિઓ માટે, તમે લદ્દાખ ટ્રેકિંગ, માઉન્ટેન બાઇકિંગ, ક્વોડ બાઇકિંગ, રિવર રાફ્ટિંગ કરી શકો છો.

વર્કલા
કેરળમાં આવેલું, વરકાલા એક બીચ ટાઉન છે. જ્યાં તમે પ્રકૃતિ સાથે જોડાઈ શકો છો, આ સ્થળની સૌથી સારી વાત અહીંની શાંતિ છે. ભારતના અન્ય બીચની જેમ અહીં એટલી ભીડ નથી. બીચ પર આરામ કરો સાથે-સાથે પાણીમાં રમવાનો આનંદ લો, કપિલ તળાવમાં નૌકાવિહાર કરો, એન્જેન્ગો કિલ્લો અને મંદિરો આ સ્થળના મુખ્ય આકર્ષણો છે.

ફાઈલ ફોટો

હમ્પી
હમ્પી ઉત્તર કર્ણાટકમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, આર્કિટેક્ચર અને ઈતિહાસના જાણકાર માટે હમ્પી યોગ્ય સ્થળ છે. વિજયનગર સામ્રાજ્યના પ્રતીકો જટિલ કોતરણી, ખડકો અને પથ્થરની રચનાઓના કારણે આ સ્થાનના ખુબ આકર્ષક લાગે છે.

ગંગટોક
આ સિક્કિમના હિમાલય પ્રદેશમાં આવેલું છે, અહીં એકલા મુસાફરોને અહીં સુંદર અનુભવ થાઈ છે. અહીંનો નજારો, ટ્રેકિંગ, માઉન્ટેન બાઈકિંગ, પેરાગ્લાઈડિંગ, તિસ્તા નદી પર રિવર રાફ્ટિંગ, યાક સફારી કરવાની મજાપડી જાય છે. રુમટેક મઠ, ત્સુક લા ખાંગ મઠ, પેમાયાંગત્સે મઠની મુલાકાતથી ઇતિહાસની માહિતી પ્રાપ્ત થાય છે.

વિદેશમાં સોલો ટ્રીપના સ્થળો

ફાઈલ ફોટો

તાંઝાનિયા
માત્ર આફ્રિકામાં જ મુલાકાત લેવા માટે તાંઝાનિયા શ્રેષ્ઠ સ્થાન છે, ત્યા સ્થાનિક લોકોના જીવનનો અનુભવ કરવો, સફારી પ્રવાસ કરવો, ન્ગોરોન્ગોરો ક્રેટર અને ઝાંઝીબારની મુલાકાત લેવી.સફારી લેવાથી તમને તમારી સાથે મુસાફરી કરતા લોકોને જાણવાની તક મળશે.

ફિલિપાઇન્સ
ફિલિપાઇન્સ વિશ્વભરમાં સૌથી મૈત્રીપૂર્ણ સ્થાનોમાંથી એક માનવામાં આવે છે, અહીં 7,107 ટાપુઓ છે. સિયારગાઓ અને બોરાકે મુખ્યત્વે એકલા મુસાફરી માટે લોકપ્રિય છે અને બોહોલ અને કોરોન ફિલિપિનોને જાણવા માટે લોકપ્રિય છે.

ફાઈલ ફોટો

ન્યુઝીલેન્ડ
હોબિટન તૌપોમાં સ્કાયડાઇવિંગ, ગ્લેશિયર ક્લાઇમ્બિંગ, બંજી જમ્પિંગ બીજી ઘણુ બઘુ છે. આ ઉપરાંત પુષ્કળ હોટેલ અને પરિવહન વિકલ્પો સાથે આ સ્થાન એકલા પ્રવાસીઓ માટે યોગ્ય છે.

 

Back to top button