શું તમે પીધી છે ગુલાબી ચા !

ચાનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે. ભારતમાં અલગ-અલગ રીતની ચા બનાવામાં આવે છે. જેમાં આદુ, ઈલાયચી, તુલસી અને ફુદીના વગેરે જેવી વેરાયટી જોવા મળે છે. આદુવાળી ચાથી લઈને કાશ્મીરી કહવા સુધી લોકો ખૂબ નવા-નવા પ્રયોગો કરતા હોય છે. ઘર, નુક્કડ થી લઈને અલગ-અલગ રેસ્ટોરન્ટ સુધી કટિંગ ચા મળી રહે છે.
મોટા ભાગના લોકોનુ પસંદગીયુક્ત પીણું ચા છે. તેમજ ઘણા લોકોને તો સવારની શરૂઆત ચા વગર થતી જ નથી. મહેમાન આવે, વરસાદની સિઝન હોય, સાંજનો સમય હોય કે નાસ્તો કરવો હોય આ બધા સમયે ચા પીવા જોઈએ. તેમજ ઘણા લોકો એવા હોય છે કે જેમને અલગ-અલગ જગ્યાઓની અને અલગ-અલગ રીતે બનાવેલી ચા ટેસ્ટ કરવાનો શોખ હોય છે. જો તમે પણ એમના એક છો તો આ ચા એકવાર જરૂરથી ટ્રાય કરવી જોઈએ.
આ પણ વાંચો : શું છે હેપ્પી હોર્મોન, ખુશ રેહવા માટે કેમ જરૂરી છે ?
નૂન ચા
સોસીયલ મીડિયા પર ગુલાબી રંગની ચાનો વિડીયો ખૂબ વાયરલ થતો તમે જોયો હશે. તેમજ ઘણા લોકો એવા પણ છે કે જેમણે આ ગુલાબી ચા ઘરે બવાનાઓ પ્રયત્ન પણ કર્યો હશે. આ ચાનો રંગ ગુલાબી છે તો પ્રશ્ન થાય કે આ ચાનો સ્વાદ કેવો હશે ? પરંતુ આ ચાનો સ્વાદ લાજવાબ છે. કાશ્મીરના ઘરોમાં લોકોના દિવસની શરૂઆત જ આ ચાથી થાય છે. આ ચાને નૂન(નમકીન) ચાના નામથી ઓળખવામાં આવે છે.
નૂન ચા બનવાની રીત
- 2 ચમચી ચા પત્તી
- 1/2 નાની ચમચી બેકિંગ સોડા
- 1/4 નાનની ચમચી મીઠું
- 1 નાની ચમચી ઈલાયચી પાઉડર
- 1 તજ
- 2 કપ પાણી
- 2 કપ દૂધ
એક કપ પાણીમાં ચા પત્તી નાખી તેને ઉકાળો. જ્યારે સારી રીતે તે ઉકળે ત્યારે તેમાં ખાવાનો સોડા નાખીને બરાબર હલાવતા રહો. હવે તેમાં એલચી પાવડર નાખીને ઘેરો લાલ રંગ ના થાય ત્યાં સુધી ઉકાળો. ત્યારબાદ તેમાં દૂધ નાખી તેને ઉકાળો. હવે ગેસ બંધ કરીને મીઠું નાખીને ગુલાબી ચા સર્વ કરો.
આ પણ વાંચો :જાયફળના આ આશ્ચર્યજનક ફાયદાઓ વિશે ભાગ્યે જ થાય છે ચર્ચા !
મસાલા ચા
ગરમ મસાલા ચાનો સ્વાદ ખૂબ જ સારો હોય છે. તેમાં ઈલાયચીથી લઈને તજ સુધી ઘણા મસાલા ઉમેરવામાં આવે છે. કુલ્હાડમાં પીવાથી આ ચાનો સ્વાદ બમણો થઈ જાય છે. તમારે તમારા ઘરે મસાલા ચાઈ પણ ટ્રાય કરવી જોઈએ.
મસાલા ચાની બનાવવાની રીત
- 4 કપ પાણી
- 2 ચમચી ચા પત્તી
- 1 ચમચી છીણેલું આદુ
- 1 ચમચી એલચી પાવડર
- 1/4 ચમચી કાળા મરી પાવડર
- 1/4 ચમચી તજ પાવડર
- 1/4 કપ દૂધ
- ખાંડ સ્વાદ મુજબ
મસાલા ચાની રેસીપી બનાવવા માટે સૌથી પહેલા દૂધ ગરમ કરો અને તેને બાજુ પર રાખો. ત્યારબાદ બીજા ગેસ પર એક તપેલીમાં 2 કપ પાણી, આદુ, એલચી પાવડર, કાળા મરી પાવડર, તજ પાવડર નાખીને ઉકળવા દો. 2 થી 3 મિનિટ પછી તેમાં ચા પત્તી નાખીને તેને ઉકળવા દો. ત્યાર બાદ તેમાં દૂધ ઉમેરો. થોડીવાર હલાવ્યા બાદ ગાળીને સર્વ કરો. જો તમે ઇચ્છો તો બજારમાંથી તૈયાર ચા મસાલો ખરીદીને તેમાં ઉમેરી શકો છો.