બિઝનેસ

શું આપનો TDS વધુ કાપવામાં આવ્યો છે?; તો જાણો રિફંડ મેળવવાની સરળ રીત

Text To Speech

નવી દિલ્હી, આવકવેરા રિટર્ન ભરવા માટે આવકવેરા વિભાગનું પોર્ટલ ખોલવામાં આવ્યું છે. સામાન્ય કરદાતાઓ 31 જુલાઈ સુધી ITR ફાઈલ કરી શકે છે. ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેમની આવક ટેક્સના દાયરામાં આવતી નથી, તેમ છતાં તેમનો TDS કાપવામાં આવ્યો છે. અથવા તો ઘણા લોકોના કરપાત્ર પગાર કરતાં વધુ TDS કાપવામાં આવે છે. ત્યારે કરદાતા વિચારે છે કે વધુ ટીડીએસ કાપવાથી તેને નુકસાન થશે કારણ કે તેને બિનજરૂરી રીતે કાપવામાં આવેલી રકમ પાછી મળશે નહીં. તો અહીં અમે તમને જણાવીશું કે, તમે આ રિફંડ કેવી રીતે મેળવી શકશો.

જો તમારો TDS ખૂબ જ કપાઈ ગયો છે, તો ગભરાવાની જરૂર નથી. તમે તેને પાછું મેળવી શકો છો અને આવકવેરા વિભાગ તમારા ખાતામાંથી કાપવામાં આવેલી વધારાની રકમ પાછી મૂકશે. બસ, તેમાં થોડો સમય લાગશે અને તમારે થોડી કાગળની કાર્યવાહી કરવી પડશે. અહીં અમે તમને પૈસા કેવી રીતે ઉપાડી શકો તેની સંપૂર્ણ માહિતી આપીશું.

પૈસા બે રીતે ઉપાડી શકાય છે
આ માતેની પદ્ધતિ ખૂબ જ સરળ છે. પગાર પર TDS કપાત પરત મેળવવાની બે રીત છે. પ્રથમ તમારું આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે તેમાં તેનો ઉલ્લેખ કરો. આમ કરવાથી આવકવેરા વિભાગ તપાસ કરશે અને વધારાના પૈસા તમારા બેંક ખાતામાં જમા કરશે. બીજી રીત એ છે કે તમારે TDS ઉપાડવા માટે ફોર્મ 15G ભરવું પડશે. ફોર્મ 15G ભરીને બેંકમાં સબમિટ કરવાનું રહેશે. આ રીતે તમારો કપાયેલો TDS તમારા ખાતામાં પાછો આવશે.

રિફંડ સ્ટેટસ કેવી રીતે તપાસવું
જેટલી જલ્દી તમે તમારું આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો, તેટલી જલ્દી તમારી રિફંડ પ્રક્રિયા શરૂ થશે. તેથી શક્ય તેટલી વહેલી તકે ITR ભરવા અને ફાઇલ કરવામાં અચકાશો નહીં. તમે ઈન્કમ ટેક્સ રિફંડ સ્ટેટસ ઓનલાઈન પણ ચેક કરી શકો છો. આ માટે તમારે આવકવેરા વિભાગની ઓફિસિયલ વેબસાઇટ www.incometax.gov.in પર જવું પડશે. અહીં તમારે તમારો યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે. જેથી એક પેજ ખુલશે તેમાં તમને ઈ-ફાઈલિંગનો વિકલ્પ જોવા મળશે. આમાં ઈન્કમ ટેક્સ રિટર્ન પસંદ કરો. આ પછી View File Returns પર ક્લિક કરો. તમે સ્ક્રીન પર તમારા નવીનતમ ITRની વિગતો જોશો.

Back to top button