શું તમે આ સ્થળે પ્લોટ ખરીદ્યો તો નથી ને, અનેક રહેણાક પ્લોટમાંથી પસાર થશે રેલવે
- સાણંદ, સનાથલમાં છેલ્લા દાયકામાં વીકેન્ડ અને પ્લોટીંગની સ્કીમોનો વિકાસ થયો છે. આ સ્થળોએ 5000થી 15000 વારના પ્લોટ છે ત્યારે અમુક લોકોએ તે બેથી ત્રણ પ્લોટ લઇને રોકાણ કર્યુ છે
અમદાવાદ, 6 ફેબ્રુઆરી 2025: અમદાવાદમાં કોરોના બાદ બાદ લોકોએ વસ્તીથી દૂર કે અલાયદી રીતે રહેવાનું નક્કી કરી નાખ્યુ છે ત્યારે અમદાવાદની આસપાસના વિસ્તારો જેમ કે સાણંદ, સનાથલમાં છેલ્લા દાયકામાં વીકેન્ડ અને પ્લોટીંગની સ્કીમોનો વિકાસ થયો છે. આ સ્થળોએ 5000થી 15000 વારના પ્લોટો છે ત્યારે અમુક લોકોએ તે બેથી ત્રણ પ્લોટ્સ લઇને રોકાણ કર્યુ છે. એટલુ જ નહીં અમુક લોકોએ તો ત્યાં રહેવાનું પણ શરૂ કર્યુ છે. તેમની પર એક મોટી આફત આવી પડી છે. અલબત્ત રેલવે વિભાગ દ્વારા જે ડેવલપમેન્ટ અંતર્ગત આવી સોસાયટીમાંથી રેલવે લાઇન પસાર કરવા માટે નોટીફિકેશન બહાર પાડ્યુ છે.
એટલું જ નહીં એકાદ બે કિસ્સામાં બંગલાની વચ્ચેની જમીન રેલવે દ્વારા સંપાદિત કરવામાં આવનારા હિસ્સામાં જતી રહેશે. તેથી બંગલાઓ તૂટશે જ પરંતુ સોસાયટીનું એલિવેશન પણ બગડી જશે. તેથી છેલ્લા ચારથી આઠ મહિનાઓથી લોકોએ ઓથોરિટી સાથે વાટાઘાટ કરી હતી પરંતુ તેમનો કોઇ વાંધો સ્વીકારવામાં આવ્યો નથી. આમ કોઇ સમાધાન ન થતા પ્લોટ ધારકો હવે હાઇકોર્ટના શરણે ગયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણ સોસાયટી જેમ કે ગુલમહોર એન્ક્લેવ, ગોકુલ વૃંદાવન જેવી સોસાયટીમાં અમુક અરજદારોએ 5 કે 10 હજાર વારમાં બંગલા બાંધી દીધા છે. આ અરજીની સૂનાવણી આજરોજ હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે તેમને હંગામી રાહત આપતા વચગાળાની રાહત આપી હતી. બીજી બાજુ પ્લોટના માલિકોને કહેવાયું હતું કે તેમણે આ મિલકત અન્યને વેચવાની રહેશે. મળતી માહિતી અનુસાર આવી અલગ 20 અરજીઓ થઇ છે. તેની ધીમે ધીમે સુનાવણી થશે.
સૂત્રોના અનુસાર રેલવે દ્વારા આ વિસ્તારમાં આશરે 4 લાખ ચોરસ મીટર જેટલી જમીન સંપાદિત કરવા માગે છે. જેમાં મોટા ભાગની એનએ થયેલી જમીન છે અલબત્ત ત્યાં હજુ ડેવલપમેન્ટ જેમ કે રહેણાંક, સ્કુલનો વિકાસ થશે. ત્યારે મોટા ભાગના રોકાણકારો કે રહીશોના પગ નીચેથી જમીન સરકી ગઇ છે.
આ પણ વાંચોઃ ગુજરાત હાઇકોર્ટે જીએસટી ફ્રોડમાં મહેશ લાંગાના જામીન ફગાવ્યા