શું તમે પણ ઝડપથી વજન ઉતારવા તેલ છોડી દીધુ છે? : તો જાણો આ અંગે એક્સપર્ટ શું કહે છે
વજન ઉતારવાની વાત આવે છે ત્યારે સૌથી પહેલા આપડે તેલ અને તેલની બનાવટની બધીં જ વસ્તુઓને છોડી દઇએ છીએ. ત્યારે શું ખરેખર તેલ ખાવાનું બંધ કરી દેવાથી વજન ઘટે છે ખરું!
આજે સ્વસ્થ જીવન જીવવું એ દરેક વ્યક્તિની જરૂરત બની ગઇ છે. તેમજ કોરોનાને કારણે લોકો હેલ્દી લાઇફસ્ટાઇલ તરફ વળી રહ્યા છે. ત્યારે કેટલાક લોકો હેલ્દી જીવવા અમુક વસ્તુઓ પર તદ્દન પ્રતિબંધ મુકી દે છે. એમાં પણ ખાસ કરીને તેંલ, તેલની બનાવટની બધી વસ્તુઓ અને ઘી ખાવાનું છોડી દે છે અથવા તો ઓછું કરી દે છે. પણ એક્સપર્ટનું માનવું છે કે હેલ્દી ફેટ આપણા શરીર મારે જરૂરી છે.
કેમ જરૂરી છે ફેટ?
તેલ, ઘી જેવી વસ્તુઓમાં હેલ્દી ફેટ હોય છે. જે ફેટ આપણા શરીર માટે ખુબ જરૂરી છે કારણકે તેલ અને ઘી માંથીલ એ, ડી, ઇ જેવા વિટામિન હોય છે જે ચયાપાંચનની ક્રિયામાં મદદ કરે છે. તેંમજ હેલ્દી મગજ અને તેના વિકાસ માટે પણ તેલ જરૂરી છે. તેલ મેમરી લોસની સમસ્યાને પણ નિયંત્રિત કરે છે. એક્સપર્ટનું માંનવુ છે કે દરેક ખોરાકને એક લીમીટમાં ખાવામાં આવે તો તે ક્યારેય નુકસાન નથી પહોચાડતી અને ફીટ રેહવામાં પણ મદદ કરે છે. પણ જો કોઇ ખોરાક અતિશય ખાવામાં આવે તો તે ખરેખર નુકસાન કરે છે. આથી ડાયટમાં તેલ અથવા ઘીનો ઉપયોગ કરી શકાય છે. ફેટ ફ્રી ખોરાક પણ માણસના શરીરમાં ફેટ ભેગુ કરે છે એટલે કે તેલ વગરનું ખાઇને પણ તમે તમારુ વજન વધારી રહ્યા છો.
તો વજન ઘટાળવા માટે ડાયટમાં શું લેવું?
ડાયટમાં હંમેશા સાદું ભોજન સૌથી ઉત્તમ માનવાંમાં આવે છે. કારણકે તેમા પ્રોટીન, કાર્બોહાઇડ્રેડ અને ફાઇબર ત્રણે આવી જાય છે. આ સાથે પાણી પણ અગત્યનો ભાગ ભજવે છે. સાદા ભોજનમાં દાળ, ભાત, શાક અને રોટલી લઇ શકો છો. આ સાથે સલાડ અને છાસ પણ લઇ શકાય છે. ધ્યાન રાખો ભુખ કરતા થોડું ઓછું ભોજન જમવું.