ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શું તમે પણ ATMમાં આવી કોઈ છેતરપિંડીનો ભોગ બન્યા છો? જાણો બદમાશોની નવી પદ્ધતિ વિશે

  • ઝારખંડમાં પોલીસે નવી પદ્ધતિથી છેતરપિંડી કરનાર આરોપીને પકડી પાડ્યો 

રાંચી, 20 મે: સાયબર ફ્રોડની સાથે દેશભરમાં એટીએમ ફ્રોડના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. હકીકતમાં, આવા ઠગ મોટાભાગે વૃદ્ધ લોકો અને મહિલાઓને પોતાનો શિકાર બનાવે છે. ઘણી વખત આખું એટીએમ મશીન પણ ચોરાઈ જાય છે. પરંતુ છેતરપિંડી કરનારાઓએ હવે એક નવી પદ્ધતિ શોધી કાઢી છે જે જાણીને તમને આશ્ચર્યમાં મુકાઇ જશો. ઠગ હવે એટીએમ મશીનમાંથી એલ્યુમિનિયમની શીટ્સ વડે રોકડ ઉપાડવાની જગ્યા ચોંટાડી રહ્યા છે. આવી સ્થિતિમાં તમારા ખાતામાંથી પૈસા કપાઈ જશે પરંતુ મશીનમાંથી રોકડ નહીં નીકળે. આવું કરનારા ઠગ એટીએમ પાસે જ રહે છે. ગ્રાહક ત્યાંથી જતાંની સાથે જ આ બદમાશો એલ્યુમિનિયમની શીટ કાઢીને પૈસા ઉપાડી લેતા હોય છે. આ બધું એટલી ઝડપથી થાય છે કે, કોઈને ખ્યાલ પણ નથી આવતો. ઝારખંડમાં પોલીસે આવી જ રીતે છેતરપિંડી કરનાર આરોપીને પકડ્યો છે.

હકીકતમાં, રાંચીમાં, સાયબર છેતરપિંડી કરનારાઓ એટીએમ ઉપાડવાના સ્લોટને બ્લોક કરીને લોકોને છેતરે છે. શનિવારે લોઅર બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવો જ કિસ્સો જોવા મળ્યો હતો. ડંગરાટોલીમાં ATMમાંથી ગ્રાહકના પૈસા ઉપાડનાર ઠગોની પોલીસે ધરપકડ કરી છે. આરોપી નીતીશ નવાદાના હિસુઆનો રહેવાસી છે. આરોપીઓ પાસેથી કાળી ટેપથી ચોંટેલી એલ્યુમિનિયમ પ્લેટના 12 નંગ, બ્લેક ટેપના બે રોલ, કાતર, પાંચ બેંકના એટીએમ કાર્ડ અને મોબાઈલ ફોન વગેરે મળી આવ્યા હતા. આ દરમિયાન પોલીસ ફરાર બીજા આરોપીને પકડવા માટે દરોડા પાડી રહી છે.

એલ્યુમિનિયમ શીટમાં બ્લેક ટેપ લગાવીને છેતરપિંડી 

એલ્યુમિનિયમ શીટ પર કાળી ટેપ લગાવીને છેતરપિંડી કરનારાઓ તેને એટીએમના પૈસા ઉપાડવાના ભાગ પર લગાવે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ પૈસા ઉપાડે છે ત્યારે પૈસા એલ્યુમિનિયમની શીટમાં ફસાઈ જાય છે. ગ્રાહકના ખાતામાંથી પૈસા કપાઈ જવા છતાં મશીનમાંથી નીકળતા નથી. પૈસા ઉપાડવા ગયેલા મૂળ ગ્રાહક નિરાશ થઈને એટીએમ રૂમમાંથી બહાર આવ્યા બાદ છેતરપિંડી કરનારાઓ શીટ કાઢીને રકમ ઉપાડી લે છે.

પોલીસે એટીએમ નજીકથી જ ઠગને પકડી પાડ્યો 

પોલીસ સ્ટેશનના પ્રભારી દયાનંદ કુમારે જણાવ્યું કે, કાંટાટોલીના એટીએમમાં ​​આવી ફરિયાદો મળી રહી છે. શનિવારે એટીએમની બહાર બે યુવકો શંકાસ્પદ હાલતમાં ભટકતા હોવાની માહિતી મળી હતી. પોલીસને આવતી જોઈને બંને ભાગવા લાગ્યા, પરંતુ જવાનોએ એક આરોપીને પકડી લીધો. પૂછપરછ બાદ સમગ્ર મામલો ધીમે-ધીમે બહાર આવ્યો હતો.

પાંચ મિનિટમાં પૈસા મશીનની અંદર ચાલ્યા જાય છે 

મળતી માહિતી મુજબ, પાંચ મિનિટ સુધી એલ્યુમિનિયમની શીટ પર પૈસા અટવાયેલા રહે છે. જો કે, નિર્ધારિત સમય પછી પૈસા પાછા મશીનમાં ચાલ્યા જાય છે. એટલા માટે એટીએમ પાસે ઠગ ફરતા રહે છે. તે જ સમયે, જે ગ્રાહકો કેન્સલ બટન દબાવ્યા વિના ઝડપથી એટીએમ મશીન છોડી દે છે, તેમના પૈસા કપાઈ જાય છે.

આ પણ જુઓ: ગુજરાત ATSએ અમદાવાદ એરપોર્ટ પરથી ISISના 4 આતંકવાદીઓ ઝડપ્યા

Back to top button