ફૂડલાઈફસ્ટાઈલહેલ્થ

શું તમે અપનાવ્યા છે આ ઘરેલુ નુસખા ?

આપણા રોજબરોજના જીવનમાં અનેક સમસ્યાઓનો આપને સામનો કરવો પડતો હોય છે ત્યારે અહીંયા અમે તમને એવી જ કેટલીક વાતો જણાવવાના છીએ કે જેનાથી તમારો દિવસ સરળ બની જશે. જેમકે,
* ફણસની સીઝન હોય ત્યારે  ફણસના બિયાંને ફેંકી ન દેતા તેને છોલી તડકામાં સુકવી તેનો ભૂક્કો કરી શીશીમાં ભરી રાખવો.
* કરી બનાવતી વખતે તેમાં એક ટેબલસ્પૂન નાખવાથી કરીની સોડમ તથા સ્વાદ વધી જશે.
* સ્ક્રૂને કાટ લાગી ગયો હોય અને સ્ક્રૂ નીકળતું  ન હોય તો સ્ક્રૂ પર વિનેગારના થોડા ટીપાં નાખી થોડીવાર રહેવા દેવું. જેથી સ્ક્રૂ થોડો ઠીલો પડી જશે. સ્ક્રૂ ડ્રાઇવરથી સ્ક્રૂ ફેરવતાં તરત જ સ્ક્રૂ બહાર નીકળી આવશે.
* તુલસી, ફૂદીનો, મરી અને આદુનો ઉકાળો પીવાથી વાયુની તકલીફથી છૂટકારો મળે છે.
* તેલ,લીંબુનો રસ અને મીઠું ભેળવી દાંતે ઘસવાથી દાંતની તકલીફો જેવી કે દુખાવો, પીળાશ અને દાંતમાંથી લોહી વહેતું બંધ થાય છે.
* ફળને લાંબો સમય તાજા રાખવા એક વાસણમાં મૂકી  રેફ્રિજટેરમાં રાખવા અને ઢાંકણ ઢાંકવું નહીં.
* ઇંડાને બાફ્યા હોય તે પાણી ઠંડુ પડે પછી પ્લાન્ટમાં નાખતા પ્લાન્ટને પોષણ મળે છે.
* જૂની પ્લાસ્ટિકની મેટ્સને ફેંકી ન દેતાં રેફ્રિજરેટરમાં સ્લેવેઝ પર રાખવી અથવા કિચન કેબિનેટમાં અખબારના કાગળના સ્થાને મૂકવાના ઉપયોગમાં લેવી.
* સિંધવ ભેળવેલા પાણીથી લાદી કે કિચન પ્લેટફોર્મ લૂછવાથી માખીનો ઉપદ્રવ થતો નથી.
* તેલમાં પાણી ભળી ગયું હોય તો તેલવાળા વાસણને ફ્રિજરમાં મૂકીદેવું થોડા કલાકો બાદ ફ્રિજરમાંથી જેવું બહાર કાઢશો કે પાણી ઉપર તેલ તરતું દેખાશે આ રીતે તેલ પાણી છૂટા પાડી શકાશે.
* સેન્ડવિચ પર દૂધવાળું બ્રશ ફેરવી એલ્યુમિનિયમ ફોઇલમાં વીંટાળીને રાખવાથી સેન્ડવિચ તાજી રહે છે.
* કાચના વાસણ ધોતી વખતે સિન્કમાં જાડું કપડું પાથરી દેવાથી વાસણ તૂટવાનો ડર નહીં રહે.
* સાબુદાણાની ખીચડીમાં કેપ્સિકમ મરચાંનો વઘાર કરવાથી ખીચડી વધુ સ્વાદિષ્ટ લાગે છે.
* પપૈયાની છાલને તડકામાં સૂકવી, બારીક પીસી લેપ બનાવી ચહેરા પર લગાડવાથી ત્વચા મુલાયમ થાય છે.
Back to top button