નેશનલ

ભારત જોડો યાત્રામાં સામેલ થવા માટે અભિનેતાઓએ પૈસા લીધા છે ? આલિયાની બહેને ભાજપને આપ્યો જવાબ

Text To Speech
  • અભિનેત્રી પુજાભટ્ટ રાહુલ ગાંધી સાથે 15 કિલોમીટર ચાલી હતી
  • સુશાંત સિંહ રાજપુતે કહ્યુ હતુ આ મારી પહેલી રાજકીય રેલી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છેલ્લા ત્રણ મહિનાઓથી ભારત જોડો યાત્રા પર છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રાની શરૂઆત પાંચ સપ્ટેમ્બરે કન્યાકુમારીથી થઇ હતી. ભારત જોડો યાત્રામાં પાર્ટીના નેતાઓ ઉપરાંત બીજા ફિલ્ડના લોકો પણ જોડાઇ રહ્યા છે. થોડા દિવસ પહેલા અભિનેત્રી પુજા ભટ્ટ પણ તેલંગાણાના હૈદરાબાદમાં ભારત જોડો યાત્રામાં 15 કિલોમીટર સુધી પગપાળા ચાલી હતી. તેને લઇને ભારતીય જનતા પાર્ટીએ તેની પર સવાલો ઉઠાવ્યા છે.

ભારત જોડો યાત્રામાં સામેલ થવા અભિનેતાઓને અપાય છે પૈસાઃ ભાજપના આક્ષેપ સામે પુજા ભટ્ટનો જવાબ hum dekhenge news

રાહુલ ગાંધી સાથે અભિનેત્રી પુજા ભટ્ટે ભાજપાના નેતાઓના આ દાવા પર પ્રતિક્રિયા આપી છે કે ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે ચાલવા માટે અભિનેતાઓને પૈસા ચુકવવામાં આવે છે.

શું કહ્યુ પુજા ભટ્ટે
આ મુદ્દે પુજા ભટ્ટે હાર્પલ લીનો કોટ લખતા જવાબ આપ્યો છે કે ‘તેઓ નિશ્વિત રીતે એવુ વિચારવાના હકદાર છે અને તેઓ પોતાના વિચારો માટે પુર્ણ સન્માનના હકદાર છે. જોકે હું બીજા લોકો સાથે રહી શકુ તે પહેલા મારે મારી સાથે રહેવુ પડશે. એક ચીજ જે બહુમતના શાસનનુ પાલન કરતી નથી તે છે એક વ્યક્તિનો વિવેક’

પુજા ભટ્ટ ઉપરાંત આ સ્ટાર જોડાયા
અભિનેતા સુશાંત સિંહ પણ રાહુલ ગાંધી સાથે પગપાળા ચાલ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે કોઇ પણ રાજકીય રેલીમાં આ તેની પહેલી ઉપસ્થિતિ છે. હૈદરાબાદમાં યાત્રામાં સામેલ થનારી પુજા ભટ્ટ અને સુશાંત સિંહ ઉપરાંચ મહારાષ્ટ્રમાં અમોલ પાલેકર, સંધ્યા ગોખલે, રિયા સેન. રશ્મિ દેસાઇ, આકાંક્ષા પુરી સહિત ઘણી બોલિવુડ હસ્તીઓ ભારત જોડો યાત્રામાં સામેલ થઇ હતી.

Back to top button