પાલનપુરમાં પૂનમના દિવસે હરસિદ્ધ માતાના મંદિરે ભૂદેવ દ્વારા યોજાયો હવન


પાલનપુર: પાલનપુર દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલા બ્રાહ્મણવાસ નાકે આવેલો મા હરસિદ્ધ માતાના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે મહાસુદ પુનમના દિવસે તપોધન બ્રાહ્મણ સમાજ દ્વારા હવન શ્રીફળ મંત્ર શ્લોક સાથે આહુતિ આપવામાં આવી હતી. માતાજીની ધજાનું આરોહણ કરવામાં આવ્યું. જેમાં સમાજના દંપતિઓએ આ હવનમાં ભાગ લીધો હતો.
બાદ માના મંદિરે આરતી બાદ તમામ સમાજના લોકો નીલકંઠ મહાદેવ સાંજે ભેગા થયા હતા ત્યાં પ્રસાદ રૂપે ભોજન ગ્રહણ કર્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં સમાજના તેમજ પાલનપુર નગરપાલિકાના મહિલા પ્રમુખ કિરણબેન રાવલ હાજરી આપી હતી. તે ઉપરાંત સમાજના અગ્રણીઓ દેવેન્દ્ર રાવલ, આણંદ રાવલ, ચેતનભાઇ રાવલ, કલ્પેશભાઈ રાવલ, ભાવેશભાઈ રાવલ, આશાબેન રાવલ, સુરેશભાઈ રાવલ, કેતન રાવલ, અશ્વિનભાઈ રાવલ તેમજ ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો :હસમુખ પટેલે આગામી પરીક્ષાને લઈને કરી મોટી જાહેરાત