હિન્દી પ્રત્યેની નફરત ચરમસીમાએઃ તમિલનાડુ સરકારે રૂપિયાનો સિમ્બોલ હટાવી દીધો

ચેન્નઈ, 13 માર્ચ, 2025: તમિલનાડુમાં હિન્દી ભાષાનો વિરોધ હવે હિન્દી પ્રત્યેની નફરતમાં પરિવર્તિત થઈ ગયો છે. તમિલનાડુમાં એમ કે સ્ટાલીનની ડીએમકે સરકારે રૂપિયાના સિમ્બોલ હટાવી દીધો છે. હિન્દી વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહેલી Hatred towards Hindi at its peak તમિલનાડુ સરકારે એક રાષ્ટ્ર વિરોધી ગણાય એવું પગલું ભર્યું છે. તમિલનાડુની ડીએમકે સરકારે પોતાના બજેટમાંથી રૂપિયાનું પ્રતીક દૂર કરી દીધું છે. તેના બદલે તમિલ ભાષાના પ્રતીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
તમિલનાડુમાં ચાલી રહેલા ભાષા વિવાદ વચ્ચે સીએમ સ્ટાલિને એક ખોટું પગલું ભર્યું છે. સ્ટાલિન સરકારે આ વર્ષે રાજ્યના બજેટમાંથી ‘₹’ પ્રતીક દૂર કર્યું અને તેની જગ્યાએ તમિલ પ્રતીક ‘ரூ’ મૂક્યું. ડીએમકે સરકાર શુક્રવારે વિધાનસભામાં 2025/26 માટેનું બજેટ રજૂ કરવાની છે. તે પહેલાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ત્રિભાષી સૂત્ર દ્વારા રાજ્ય પર હિન્દી લાદવાના આરોપો વચ્ચે શાસક ડીએમકે દ્વારા રૂપિયાના પ્રતીકમાં ફેરફાર કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે. Tamil Nadu government removes the rupee symbol તમિલનાડુ દેશનું પહેલું રાજ્ય છે જ્યાં રૂપિયાનું પ્રતીક બદલવામાં આવ્યું છે. રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય એવા રૂપિયાના પ્રતીક ‘₹’ માં કરવામાં આવેલા આ ફેરફાર અંગે તમિલનાડુ સરકાર દ્વારા હજુ સુધી કંઈ કહેવામાં આવ્યું નથી.
દરમિયાન, ભાજપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તમિલ સરકારનું આ પગલું એ સ્થાપિત કરવાનો પ્રયાસ હતો કે તેઓ “ભારતથી અલગ” છે. તેમણે આરોપ લગાવ્યો કે ડીએમકે પોતાની નિષ્ફળતાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે. નારાયણન તિરુપતિએ NDTVને જણાવ્યું કે દેશમાં રૂપિયાનું પ્રતીક ખૂબ જ સર્વમાન્ય છે જેને હવે તમિલનાડુ સરકારે પોતાના બજેટમાંથી દૂર કરી દીધું છે.
તમિલનાડુ સરકારે હજુ સુધી આ ફેરફાર અંગે કોઈ ઔપચારિક માહિતી આપી નથી. જોકે, ડીએમકે નેતા સરવનન અન્નાદુરાઈએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “આમાં કંઈ ગેરકાયદે નથી. અમે તમિલને પ્રાથમિકતા આપીએ છીએ, તેથી જ સરકારે આ પગલું ભર્યું છે.”
આ પણ વાંચોઃ ગુજરાતની મહિલા ખેલાડીઓ માટે રાજ્ય સરકારની અગત્યની જાહેરાતઃ જાણો અહીં
આ પણ વાંચોઃ સરકાર તુવેર, અડદ અને મસુરના ઉત્પાદનનો 100% હિસ્સો MSP પર ખરીદવા માટે પ્રતિબદ્ધ
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD