ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ભારતીય વિદ્યાર્થી વિરુદ્ધ લંડનમાં નફરત અભિયાન, BJPને ટેકો આપતાં ઈસ્લામોફોબિક કહેવામાં આવ્યો

લંડન (યુનાઇટેડ કિંગ્ડમ), 27 માર્ચ: લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થી સત્યમ સુરાણાએ આરોપ લગાવ્યો છે કે વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં તેની વિરુદ્ધ નફરત અને બદનક્ષીથી ભરેલું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સત્યમ સુરાણા એ જ વ્યક્તિ છે જેણે ગયા વર્ષે ઑક્ટોબરમાં જ્યારે ભારતીય ધ્વજનું અપમાન કરાતા તેને ભીડમાં ઘૂસીને ત્રિરંગાને ઉઠાવી લીધો હતો. હકીકતમાં લંડનમાં ભારતીય હાઈ કમિશન બિલ્ડિંગની સામે ખાલિસ્તાનીઓના વિરોધ દરમિયાન ભારતીય ધ્વજનું અપમાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સત્યમ સુરાણા ચર્ચામાં આવ્યો હતો.

સત્યમને બદનામ કરવાનું કાવતરું ઘડાયું

સત્યમનો આરોપ છે કે વોટિંગના માત્ર 12 કલાક પહેલા તેની વિરુદ્ધ ખૂબ જ ‘સુનિયોજિત’ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ કેમ્પેઇનને તેમણે BJP સાથે જોડ્યું હતું. મને ‘ફાસીવાદી’ તરીકે પણ દર્શાવવામાં આવ્યા. સત્યમ સુરાણાએ વિદ્યાર્થી સંઘની ચૂંટણી વિશે વિગતો આપતાં જણાવ્યું કે LSE ચૂંટણી ફેબ્રુઆરી અને માર્ચની શરૂઆતમાં જાહેર થઈ હતી. તેણે જનરલ સેક્રેટરી પદ માટે AFNA નોમિનેશન ભર્યું હતું.

તેણે જોયું કે 14-15 માર્ચે તેમના પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા હતા. આ અંગે તેણે અધિકારીઓને ફરિયાદ કરી હતી. તેમ છતાંય પોસ્ટરમાં તેના ચહેરા પર ક્રૉસ માર્કસ કરાયા હતા. જેમાં લખ્યું હતું ‘સત્યમ સિવાય કોઈપણ’. મહત્ત્વનું છે કે, સત્યમનો જન્મ મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો. તેણે બોમ્બે હાઈકોર્ટમાં પણ થોડા મહિના પ્રેક્ટિસ કરી છે. હાલમાં તે લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાં LLM કરી રહ્યો છે, જે આ વર્ષે પૂર્ણ થવાનો છે.

BJPનો સમર્થક બતાવીને ચૂંટણીમાં બહિષ્કાર કર્યો

સત્યમનું કહેવું છે કે આ રીતે ચૂંટણીમાં તેનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. 17 માર્ચે, LSEના તમામ ગ્રુપમાં મેસેજ ફરતા થયા. એવો દાવો કરાયો કે, BJPનો સમર્થક છે અને ફાસીવાદી, ઇસ્લામોફોબિક, ટ્રાન્સફોબિક છે. આ સિવાય મેસેજમા લખ્યું કે ભારતની વર્તમાન સરકાર ખૂબ જ રાષ્ટ્ર વિરોધી અને વિવાદાસ્પદ છે. તેણે આગળ કહ્યું કે, શરૂઆતમાં મેનિફેસ્ટોના કારણે ઘણો ટેકો મળ્યો હતો. કારણે કે તેમાં તમામ મહત્ત્વના મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા અને તે બિલકુલ રાજકીય ન હતા, પરંતુ તેની વિરુદ્ધ દૂષિત એજન્ડા વડે તેને બદનામ કરનારાઓએ તમામ મહેનતને બરબાદ કરી દીધી હતી.

આ લોકો ભારતની સફળતા પચાવી શકતા નથી: સત્યમ

સત્યમનું કહેવું છે કે તેની પોસ્ટ પર ત્રણ લોકો ચૂંટણી લડવા ઊભા રહ્યા છે પરંતુ આ પ્રકારનું અભિયાન મારી વિરુદ્ધ જ શરૂ કરાયું હતું. જ્યારે સંદેશા આવવા લાગ્યા, ત્યારે ટીમની સંપૂર્ણ નૈતિક અંતરાત્મા ચકનાચૂર થઈ ગઈ. તેણે તેની સાથે બનેલી અગાઉની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં ખાલિસ્તાની વિરોધીઓ વચ્ચે ભારતીય હાઈ કમિશનની બહાર ત્રિરંગો લહેરાવ્યો હતો. જો કે, તે બાદથી સત્યમને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. સુરાણાએ કહ્યું કે, હું આગળ પણ મારા દેશની વકીલાત કરતો રહીશ. સત્યમનું કહેવું છે કે તેને નિશાન બનાવનારાઓ એ જૂથનો ભાગ છે જેઓ PM મોદીના નેતૃત્વમાં ભારતની સફળતાને પચાવી શકતા નથી. ઉલ્લેખનીય છે કે, આ કોઈ પહેલો કિસ્સો નથી જ્યારે વિદેશમાં કોઈ ભારતીય વિદ્યાર્થી વિરુદ્ધ આ પ્રકારનું નફરત અભિયાન ચલાવવામાં આવ્યું હોય. આ પહેલા કરણ કટારિયાને લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાં પણ વંશીય સતામણીનો સામનો કરવો પડ્યો હતો અને તે પહેલા રશ્મિ સામંતને પણ ઓક્સફર્ડમાં આવા તત્વો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: કેજરીવાલ કોર્ટમાં કહેશે કથિત દારૂ કૌભાંડના પૈસા ક્યાં છે, પુરાવા પણ આપશેઃ પત્ની સુનીતા

Back to top button