ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ટોપી, માસ્ક અને હાથમાં IED ભરેલી બેગ: બેંગલુરુ બ્લાસ્ટનો આરોપી CCTVમાં કેદ

  • ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાનો રહેવાસી

બેંગલુરુ, 2 માર્ચ: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં શુક્રવારે રામેશ્વરમ રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ થતાં ખળભળાટ મચી ગયો હતો. પહેલા તો એવું લાગતું હતું કે, આ સિલિન્ડર બ્લાસ્ટનો મામલો છે, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે, તે IED બ્લાસ્ટ હતો. હવે આ બ્લાસ્ટની તપાસ તેજ થયા બાદ આરોપીઓને પકડવા માટે ટીમો બનાવવામાં આવી હતી. હાલમાં બેંગલુરુ પોલીસ આ કેસમાં એક વ્યક્તિની પૂછપરછ કરી રહી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, આ ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાનો રહેવાસી છે. હાલ પોલીસ તપાસ ચાલુ છે. બેંગલુરુ બ્લાસ્ટના CCTV ફૂટેજમાં શંકાસ્પદ આરોપી કેદ થયો છે જેમાં આરોપી ટોપી, માસ્ક અને હાથમાં IED ભરેલી બેગ સાથે જોવા મળે છે. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 9 લોકો ઘાયલ થયા છે. ડોગ સ્કવોડ સહિત અનેક ટીમો તપાસ કરી રહી છે.

 

 

આરોપીએ રેસ્ટોરન્ટમાં આવી રવા ઈડલી માટે કુપન લીધું હતું

ઉલ્લેખનીય છે કે, બેંગલુરુના વ્હાઇટ ફિલ્ડ વિસ્તારમાં ITPL રોડ પર સ્થિત પ્રખ્યાત રામેશ્વરમ કેફેમાં શુક્રવારે વિસ્ફોટ થયો હતો. હવે આ વિસ્ફોટ અંગે પોલીસનું કહેવું છે કે, આ મામલે UAPA એક્ટ, 1967 અને એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે શુક્રવારે કહ્યું હતું કે, આરોપીઓ વિશે ઘણી કડીઓ મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીની ઉંમર 30થી 35 વર્ષની હોવાનું કહેવાય છે. નવાઈની વાત એ છે કે,  આ આરોપીએ બ્લાસ્ટ કરતા પહેલા કેફેમાંથી રવા ઈડલીનું કુપન લીધું હતું.

 

 

આરોપીએ બ્લાસ્ટ માટે ટાઈમર સેટ કર્યું હતું

મળેલી માહિતી મુજબ, આરોપી યુવકે કેફેની પાસે એક ઝાડ પાસે બેગ છોડી દીધી અને બોમ્બ વિસ્ફોટ થયો. તેણે બ્લાસ્ટ માટે ટાઈમર સેટ કર્યું હતું. આ ઓછી તીવ્રતાનો વિસ્ફોટ હતો. તે આવીને બસમાંથી ઉતર્યો. સીસીટીવીમાં આરોપી ટોપી અને માસ્ક સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું છે કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તે એક ક્ષણિક વિસ્ફોટ હતો. વધુ વિગતો બહાર આવવા માટે અમારે તપાસની રાહ જોવી પડશે. આરોપીઓને કડક સજા થશે.

આ પણ જુઓ:બેંગલુરુના રામેશ્વરમ કાફેમાં પ્રચંડ વિસ્ફોટ, નવ ઘાયલઃ જૂઓ વીડિયો

Back to top button