ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

હસના મના નહીં હે! જાણો ખુલીને હસવાના અઢળક ફાયદા

  • હસે એનું ઘર વસે આપણે આ કહેવત તો સાંભળી છે, પરંતુ હસવાથી અનેક રોગો પણ આપણાથી દૂર રહે છે. અનેક સંશોધનોમાં સાબિત થયું છે કે ખુલીને હસનારી વ્યક્તિની હાર્ટ હેલ્થ અન્ય લોકો કરતા સારી હોય છે. તો જાણો ખુલીને હસવાના અઢળક ફાયદા

દુનિયાની સૌથી સારી ગણાતી ફિલિંગ્સમાં એક છે ખુલીને, દિલથી હસવું. આ એક શુદ્ધ લાગણી છે. ખુલીને હસવાથી લોકો એકબીજાની નજીક પણ આવી શકે છે અને બે વ્યક્તિ વચ્ચે અદ્ભૂત સંબંધ સ્થપાય છે. હળવા હાસ્યથી લઈને ખિલખિલાટ કરવા સુધી એક રૂમનું વાતાવરણ પણ હળવું બની જાય છે. હાસ્ય એક દવા છે. હાસ્ય આપણી ન્યુરોલોજિકલ, શારીરિક, ભાવનાત્મક, સંજ્ઞાનાત્મક અને સામાજિક હેલ્થ પણ સુધારે છે. ખુલીને હસવાના અઢળક ફાયદા બીજા કયા છે?

થયા છે સંશોધન

2023માં યૂરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજીમાં પ્રસ્તુત એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હ્રદય રોગથી પીડાતી વ્યક્તિ જે નિયમિત રીતે કોમેડી શો જુએ છે, તેને ગંભીર શો જોનાર વ્યક્તિઓની તુલનામાં લાભ થયો હતો. આ અભ્યાસ પરથી એ પણ જાણવા મળ્યું હતું કે હાસ્યની થેરેપીથી હાર્ટ હેલ્થમાં સુધારો થયો હતો. ધમનીઓ વિસ્તરવા લાગી હતી. શરીરની ચારેબાજુ ઓક્સિજનનો પ્રવાહ પણ વધી ગયો. સોજાની સમસ્યામાં રાહત થઈ. હસવાથી આપણા શરીરને બીજા કયા કયા લાભ થાય છે તે પણ જાણો.

હસના મના નહીં હે! જાણો ખુલીને હસવાના અઢળક ફાયદા hum dekhenge news

ઈમ્યુનિટી વધે છે

હસવાથી વ્યક્તિની ઈમ્યુનિટી વધે છે. વાઈરસ સામે તમારું શરીર સુરક્ષિત રહી શકે છે. તેનાથી કોઈ પણ સંક્રમણ સામે તમને વધુ સુરક્ષા મળે છે અને સમગ્ર ઈમ્યુનિટીમાં વધારો છે.

તણાવ ઘટે છે

જ્યારે તમે તણાવગ્રસ્ત હો ત્યારે તમારું શરીર કોર્ટિસોલ છોડે છે. તણાવ હોર્મોનનું જ રૂપ ગણાય છે. કોર્ટિસોલને ખરાબ માનવમાં આવે છે, પરંતુ તે શરીરમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તે બ્લડ શુગર લેવલને મેનેજ કરવામાં મદદ કરે છે. મેટાબોલિઝમને યોગ્ય રાખે છે, પરંતુ વધુ કોર્ટિસોલ તણાવનું કારણ બને છે. જ્યારે તમે ખુલીને હસો છો તો કોર્ટિસોલને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

હાર્ટ હેલ્થમાં મદદ મળે છે

ખિલખિલાટ હાસ્ય તમારા હાર્ટ માટે ઉત્તમ છે. તે લોહીમાં ઓક્સિજનની માત્રા વધારીને તમારા હ્રદયની ગતિ વઘારીને હ્રદયની મદદ કરે છે. તે આર્ટરીની દિવાલ પર પ્રેશર પણ ઘટાડે છે, જે હ્રદય રોગ સાથે જોડાયેલી એક મોટી તકલીફ છે.

શરીરને રિલેક્સ કરે છે

હસવાથી શરીરને ભરપૂર આરામ મળે છે. એક મજબૂત હાસ્ય શારીરિક તણાવને ઘટાડે છે. તેનાથી માંસપેશીઓને 45 મિનિટનો આરામ મળે છે. આ પ્રાકૃતિક ઉપચાર મન અને શરીર બંનેને લાભ પહોંચાડે છે અને શાંતિની અનુભૂતિ કરાવે છે.

કેલરી બર્ન થાય છે

તમને જાણીને નવાઈ લાગી શકે છે, પરંતુ હસવાથી કેલરી બર્ન થાય છે. જોકે તે જિમ જવાનો કોઈ વિકલ્પ નથી, પરંતુ રોજ 10થી 15 મિનિટ ખુલીને હસવાથી 40 કેલરી બર્ન થાય છે. એક વર્ષ દરમિયાન ત્રણ કે ચાર કિલો વજન ઘટાડવા માટે તે પર્યાપ્ત છે.

આ પણ વાંચોઃ મખાના ભલે હોય પોષણથી ભરપૂર, પરંતુ આ તકલીફોમાં ન ખાશો

Back to top button