ગુજરાતટોપ ન્યૂઝ

હસમુખ પટેલે આગામી પરીક્ષાને લઈને કરી મોટી જાહેરાત

Text To Speech

ગુજરાત રાજ્યમાં ગત 29 જાન્યુઆરીએ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. ગુજરાત ATS દ્વારા અત્યાર સુધીમાં આ મામલે મોટી કાર્યવાહી કરી 19 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને 37000 થી વધુ પેપરની નકલોનો પણ નાશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના નવા ઇન્ચાર્જ ચેરમેન તરીકે હસમુખ પટેલની નિમણૂક
પેપર - Humdekhengenews ત્યારે હવે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના નવા ઇન્ચાર્જ ચેરમેન હસમુખ પટેલે આજરોજ ચાર્જ સંભાળતાની સાથે મીડિયા સંબોધનમાં કહ્યું હતું કે પેપર ફૂટવાની ઘટના એક દુખદ બાબત છે અને આગામી સમયમાં આવી કોઈ ઘટના ન બને તેની પૂરેપૂરી કાળજી રાખવામાં આવશે. વધુમાં હસમુખ પટેલએ કહ્યું હતું કે અમે આગામી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન એપ્રિલ મહિનામાં યોજવાનું વિચારી રહ્યા છીએ. માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા હોવાથી એપ્રિલમાં યોજવાનું વિચારી રહ્યા છીએ. આગામી પરીક્ષા એકદમ પારદર્શિતાથી યોજાશે તેવી હસમુખ પટેલ દ્વારા ખાતરી આપવામાં આવી હતી.

આ પણ વાંચો : દિલ્હી Mcd મેયર ચૂંટણી : મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણી ત્રીજી વખત મુલતવી, હવે ચૂંટણી ક્યારે થશે?

ઉલ્લેખનીય છે કે સરકાર પણ હવે આગામી જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને સખ્ત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે એટલે જ હસમુખ પટેલને ગુજરાત સેવા પસંદગી બોર્ડના ચેરમેન બનાવવામાં આવ્યા છે. હસમુખ પટેલના સફળ વહીવટ આગામી યોજાનાર પરીક્ષામાં પારદર્શિતા લાવી શકશે તેમાં કોઈ બે મત નથી. હસમુખ પટેલ અગાઉ સફળ પરીક્ષાઓ યોજવાનો બહળો અનુભવ પણ ધરાવે છે.

Back to top button