ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના નવા ઇન્ચાર્જ ચેરમેન તરીકે હસમુખ પટેલની પસંદગી કરવામાં આવી છે અને વિકાસ કમિશનર સંદીપકુમારને વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. હસમુખ પટેલ આજે આ વધારનો કાર્યભાળ સંભાળશે.
આ પણ વાંચો : જંત્રી અંગે બિલ્ડર્સ સાથેની મુખ્યમંત્રીની બેઠક પૂર્ણ, આ મુદ્દા પર સરકાર કરી શકે છે વિચારણા
ઉલ્લેખનીય છે કે હસમુખ પટેલની છાપ એક પ્રામાણિક આઇપીએસ તરીકેની છે અને હાલ તેઓ પોલીસ ભરતી બોર્ડના પણ ચેરમેન છે. ગુજરાત પોલીસ કેડરના 1993 બેચના આઇપીએસ હસમુખ પટેલ અગાઉ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. તે ઉપરાંત તેઓ સ્ટેટ મોનીટરીંગ સેલના પણ વડા રહી ચૂક્યા છે. પેપરલિકની ઘટનાઓ બાદ રાજ્ય સરકારે હસમુખ પટેલને બહુ મોટી જવાદરી આપી છે.
આ પણ વાંચો : અદાણી કેસ પર સંસદના બંને ગૃહોમાં હંગામો, લોકસભા બાદ રાજ્યસભા પણ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત
એવું કહેવાય છે કે હસમુખ પટેલને પોતાની પ્રામાણિક કામગીરીમાં કોઈ દખલગીરી કરે તેવું તેમણે પસંદ નથી અને અગાઉ તેઓ આ બાબતે વધારાના હવાલા સ્વીકારવાનું ના પડી ચૂક્યા છે. હવે પંચાયત સેવા પસંદગી બોર્ડના ઇન્ચાર્જ તરીકે તેમની નિમણૂક કરાઇ છે. ઉલ્લેખનીય છે કે, એક તરફ ગુજરાત પોલીસના વડા તરીકે વિકાસ સહાય અને બીજી તરફ પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન તરીકે હસમુખ પટેલ છે અને બંનેની છાપ પોલીસ બેડામાં તથા ગુજરાતમાં પણ પ્રામાણિક આઇપીએસ અધિકારીઓમાં થાય છે ત્યારે આગામી સમયમાં પરીક્ષામાં કોઈ ગેરરીતિ થશે કે નહિ તે તો આવનાર સમય જ બતાવશે.