ઇન્ટરનેશનલ ડેસ્કઃ પયગંબર મોહમ્મદને લઈને બીજેપી પ્રવક્તા નુપુર શર્માના નિવેદન બાદ વિવાદ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, નૂપુરે ઈસ્લામ અને પયગંબર વિશે કંઈક એવું વિવાદાસ્પદ કહ્યું હતું કે, પાર્ટીએ તેને બહાર કરી દીધી હતી. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, પુતિને પયગંબર મોહમ્મદ પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી પર ભારત સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે.
" Insults to the Prophet ( Mohammed ) are a violation of religious freedom and the violation of the sacred feelings of people who profess Islam " . Russian President Vladimir Putin @PMOIndia @narendramodi @AmitShah #ProphetMuhammad pic.twitter.com/sRG3PM8POT
— Dr J Aslam Basha (@JAslamBasha) June 6, 2022
પુતિને કહ્યું કે મોહમ્મદનું અપમાન કરવું એ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે?
પુતિનનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પુતિને કહ્યું છે કે, ‘પયગંબર મોહમ્મદનું અપમાન કરવું ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે અને ઇસ્લામમાં માનનારા લોકોની પવિત્ર લાગણીઓને ઠેસ પહોંચાડે છે.’ આ પોસ્ટ પુતિને ભારત વિશે આપેલા નિવેદન તરીકે શેર કરવામાં આવી રહી છે. અનેક પેજ પરથી આવી ઘણી પોસ્ટ શેર કરવામાં આવી છે.
પુતિનનું નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે
ટ્વિટર અને ફેસબુક પર આવી પોસ્ટ વાયરલ થાય છે. ઘણા નેતાઓએ પણ આ પોસ્ટ શેર કરી છે. જેમાં કોંગ્રેસ સાથે જોડાયેલા તમિલનાડુના નેતા જે. અસલમ બાશા પણ છે. તેમણે પુતિનના આ નિવેદનને ટ્વિટ કરીને ભારત સાથે જોડ્યું છે. જોકે સત્ય એ છે કે, પુતિને ભારતના સંબંધમાં ઈસ્લામ અને પયગંબર વિશે કોઈ નિવેદન આપ્યું નથી. આવી પોસ્ટ્સ ગેરમાર્ગે દોરનારી છે અને તેને સત્ય સાથે કોઈ લેવાદેવા નથી.
પુતિને ઇસ્લામ વિશે ક્યારે કહ્યું?
TASએ રશિયન રાજ્ય સમાચાર એજન્સી છે. 23 ડિસેમ્બર 2021ના તાસના અહેવાલમાં જણાવાયું છે કે, પુતિને વાર્ષિક ન્યૂઝ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘પયગંબર મુહમ્મદનું અપમાન કરવું એ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે અને ઇસ્લામમાં માનનારાઓની પવિત્ર ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.’ અહેવાલો સૂચવે છે કે પુતિનનું નિવેદન ફ્રાન્સના ચાર્લી હેબ્દો અને ઇસ્લામ વિવાદ વિશે આવ્યું છે.
મતલબ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હજુ સુધી નુપુર શર્મા અને ઈસ્લામ વિવાદ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. નૂપુર શર્માના વિવાદાસ્પદ નિવેદનને તેમના જૂના નિવેદન અને મુસ્લિમ દેશોના નેતાઓ સાથેની જૂની તસવીરનો ઉપયોગ કરીને જોડવામાં આવી રહી છે.