ટ્રેન્ડિંગમનોરંજનમહાકુંભ 2025

શું હેરી પોટરનો હીરો પણ મહાકુંભમાં આવ્યો છે? વીડિયો જોશો તો તમે પણ કહેશો…અરે આ તો

  • સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને પૂછી રહ્યા છે કે શું ‘હેરી પોટર’ પણ મહાકુંભમાં પહોંચી ગયો છે?

HD ન્યુઝ ડેસ્કઃ દરરોજ લાખો- કરોડો લોકો મહાકુંભમાં શ્રદ્ધાથી ડૂબકી મારવા માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. સામાન્ય લોકોની સાથે સાથે અનેક સેલેબ્સ પણ મહાકુંભમાં પહોંચ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને પૂછી રહ્યા છે કે શું ‘હેરી પોટર’ પણ મહાકુંભમાં પહોંચી ગયો છે. વીડિયો પર પ્રતિક્રિયા આપતા ઘણા યુઝર્સ ડેનિયલ રેડક્લિફના પ્રયાગરાજ પહોંચવાની વાત કરી રહ્યા છે. જો કે આ વીડિયોનું સત્ય કંઈક બીજું જ છે.

મહાકુંભમાં હેરી પોટર?

વીડિયોમાં એક વ્યક્તિ ભંડારામાં પુરી-શાકનો આનંદ લેતા જોઈ શકાય છે. જોકે આ માણસ ડેનિયલ રેડક્લિફ નથી. આ વ્યક્તિ સેમ ટુ સેમ ફેમસ ફિક્શનલ કેરેક્ટર હેરી પોટર ફેમ ડેનિયલ રેડક્લિફ જેવો લાગે છે. આવી સ્થિતિમાં તેને જોઈને લોકો મુંઝવણમાં મુકાઈ ગયા છે. આ વ્યક્તિ દેખાવમાં ડેનિયલ રેડક્લિફ જેવો છે, તેથી લોકો વિચારવા લાગ્યા કે તે હેરી પોટર સ્ટાર છે.

યૂઝર્સ થયા હેરાન પરેશાન

ડેનિયલ રેડક્લિફ જેવા દેખાતા આ વ્યક્તિ વિશે વધુ માહિતી સામે આવી નથી. વીડિયોમાં તે વ્યક્તિ જીન્સ અને પફર જેકેટમાં જોઈ શકાય છે, જે આરામથી ભંડારાના સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી રહ્યો છે. વીડિયો પર કોમેન્ટ કરીને ઘણા યુઝર્સ પૂછી રહ્યા છે કે શું આ ડેનિયલ રેડક્લિફ છે. જ્યારે કેટલાકે ચોંકાવનારા ઈમોજીસ સાથે પ્રતિક્રિયા આપી હતી.

આ પણ વાંચોઃ 6 કરોડનું સોનું પહેરેલા ગોલ્ડન બાબા મહાકુંભમાં છવાયા

ડેનિયલ રેડક્લિફે ભજવ્યું છે હેરી પોટરનું પાત્ર

જે કે રોલિંગ રચિત ફેમસ ફિક્શનલ કેરેક્ટર હેરી પોટર તેના ગોળ ચશ્મા, અસ્તવ્યસ્ત વાળ અને તેના કપાળ પર વીજળી જેવા નિશાન માટે જાણીતો છે. ફિલ્મમાં આ પાત્ર બ્રિટિશ અભિનેતા ડેનિયલ રેડક્લિફે ભજવ્યું હતું, જેને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ કાલ્પનિક પાત્ર ભારતમાં પણ ખૂબ જ લોકપ્રિય છે અને હેરી પોટર સિરીઝની તમામ ફિલ્મોને પણ ખૂબ પસંદ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ મહાકુંભમાં સ્નાન કરવા પહોંચ્યા ગૌતમ અદાણી, ISKCON ભંડારામાં સેવા આપી; જુઓ વીડિયો

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button