ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલવિશેષ

બાળક બાદ પતિ-પત્ની વચ્ચે વધી ગયુ છે અંતર? આ રીતે વધારો પ્રેમ

  • ક્યારેક કપલ ફક્ત માતા-પિતા રહીને પતિ-પત્ની મટી જાય છે
  • બાળકોની જવાબદારી નિભાવવામાં અનેક તકલીફોનો સામનો પણ કરવો પડે છે
  • કપલ્સના રિલેશન ખતમ ન થાય તે માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખો

બાળક આવ્યા બાદ ઘણી વખત પતિ-પત્નીના સંબંધોમાં પરિવર્તન આવતુ હોય છે. આ જવાબદારી નિભાવવા અને તેને સ્વીકારવા લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. તેનું પરિણામ એ આવે છે કે પતિ-પત્ની વચ્ચે તિરાડ પડે છે અને તે સ્ટ્રેસનું સ્વરૂપ ધારણ કરે છે. આ કારણે તેઓ માતા પિતા તો બની જાય છે, પરંતુ તેમની વચ્ચે કપલ્સના રિલેશન ખતમ થઇ જાય છે. કપલ્સ એકબીજા પર આક્ષેપો કરતા રહે છે. જો તમારી લાઇફમાં પણ આવુ બની રહ્યુ હોય તો આ જ યોગ્ય સમય છે તેને ઠીક કરવાનો. કેટલીક ટિપ્સને અનુસરીને તમારી વચ્ચેનો પહેલાનો પ્રેમ પરત લાવો.

બાળકનું ધ્યાન

બાળકના જન્મ બાદ કપલ્સનું બધુ ધ્યાન બાળકના ઉછેરમાં જ લાગેલુ રહે છે. આ કારણે તમને એકબીજા વિશે વિચારવાનો સમય મળતો નથી. ઘણી વખત પેરેન્ટ્સ બાળકને લઇને એટલા સેન્સીટીવ કે પઝેસિવ રહે છે કે અરસ પરસના સંબંધો વિશે વિચારી શકતા નથી. આ પતિ-પત્ની કોઇની પણ સાથે બની શકે છે. આવા સંજોગોમાં જરૂરી એ છે કે બેલેન્સ જાળવી રાખો. માતા-પિતા હોવાની સાથે તમે પતિ-પત્ની પણ છો.

બાળક આવ્યા બાદ પતિ-પત્ની વચ્ચે વધી ગયુ છે અંતર? આ રીતે વધારો પ્રેમ hum dekhenge news

સંબંધોમાં ઇન્ટીમસીની કમી

બાળકના જન્મ બાદ માતાનો બધો સમય બાળકની દેખભાળમાં જ વીતી જાય છે. બાળકો રાતે પણ પરેશાન કરે છે. આ કારણે માતા થાકેલી રહે છે, ચિડિયાપણું આવી જાય છે. આવા સમયે મહિલાઓમાં સેક્સમાં રૂચિ પણ ઘટી જાય છે. પતિ-પત્ની વચ્ચેની ઇન્ટીમસી ખતમ થઇ જાય છે. આ સમસ્યાને દુર કરવાની જરૂર છે. રાતે બાળકને સુવાડ્યા બાદ એક બીજા સાથે ક્વોલિટી ટાઇમ વિતાવો. આ દરમિયાન મુડને રિફ્રેશ કરવા માટે તમે કોઇ રોમેન્ટિક સોંગ કરી શકો છો. કપલ વચ્ચેની ઇન્ટીમસી વધારવામાં મદદ મળશે.

દરેક વખતે ફેમિલી ટાઇમ

બાળક થયા બાદ ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરવાનો મોકો મળતો નથી. આ સમસ્યાને સુલઝાવવા માટે બાળકોને થોડી વાર માટે પરિવારના કોઇ સભ્ય સાથે રાખો અને પતિ-પત્ની સાથે ટાઇમ સ્પેન્ડ કરો. તમે બહાર પણ જઇ શકો છો.

બાળક આવ્યા બાદ પતિ-પત્ની વચ્ચે વધી ગયુ છે અંતર? આ રીતે વધારો પ્રેમ hum dekhenge news

પોસ્ટપાર્ટમ ડિપ્રેશન

ઘણી બધી મહિલાઓ ડિલીવરી બાદ ડિપ્રેશનની સમસ્યા સામે લડે છે. કેટલીક મહિલાઓ ખૂબ ઇમોશનલ થઇ જાય છે. આવા સંજોગોમાં જરૂરી છે કે પાર્ટનરના બિહેવિયરને સમજો અને તેને સપોર્ટ કરો. ઉંઘની કમી હંમેશા મેઇન કારણ હોય છે. રાતના સમયે પતિ-પત્ની બંનેએ બાળકને સંભાળવાની જવાબદારી લેવી જોઇએ.

કામની જવાબદારી

બાળકના જન્મ બાદ કામની જવાબદારીઓ ખૂબ વધી જતી હોય છે. આવા સંજોગોમાં તમારા પાર્ટનર સાથે વાત કરો અને ઘરમાં હેલ્પર રાખો. પરિવારના બાકી સભ્યો સાથે કામની વહેંચણી કરો. પાર્ટનરને પણ જવાબદારીઓ અને કામ અંગે કહો. તેથી બંને સાથે ટાઇમ સ્પેન્ડ કરી શકો અને હેપ્પી ટાઇમ વિતાવી શકો.

આ પણ વાંચોઃ આ 4 બિમારીઓ ધીમે ધીમે શરીરને બનાવે છે પોલા!

Back to top button