શું સહસ્ત્ર સેમિકન્ડક્ટરે બનાવી દીધી સૌપ્રથમ મેઈડ ઈન ઈન્ડિયા મેમરી ચિપ?
- કંપની રાજસ્થાનના ભિવાડી જિલ્લામાં એસેમ્બલી, ટેસ્ટિંગ અને પેકેજિંગ પ્લાન્ટ ધરાવે છે
- મહિનાની શરૂઆતમાં આ પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ થયું હતું
- સહસ્રે અમેરિકન કંપની માઈક્રોનને પાછળ છોડી દીધી છે
જયપુરઃ રાજસ્થાનની કંપની સહસ્ત્ર સેમિકન્ડક્ટરે મેમરી ચીપનું ઉત્પાદન શરુ કરી દીધું છે. તે ભારતમાં બનેલી પ્રથમ મેમરી ચીપ છે. રાજસ્થાનના ભિવાડી જિલ્લામાં કંપનીનો એસેમ્બલી, ટેસ્ટિંગ અને પેકેજીંગ પ્લાન્ટ છે. આ મહિનાની શરૂઆતમાં પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ થઈ ગયું છે. આ રીતે કંપની અમેરિકન કંપની માઈક્રોનથી આગળ નીકળી ગઈ છે.
જૂનની શરૂઆતમાં મેક્રોને ગુજરાતમાં સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે આ પ્લાન્ટ માટે 22,540 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની વાત કરી હતી. સહસ્ત્ર ગૃપના મેનેજીંગ ડાયરેક્ટર અમૃત માનવાણીએ કહ્યું હતું કે, તેમની કંપની મેઈડ ઈન ઈન્ડિયા મેમરી ચિપ બનાવનારી ભારતની પ્રથમ કંપની બની ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કંપનીની પ્રોડક્ટને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે ભારતને સેમિકન્ડક્ટરના ઉત્પાદક હબ બનવાની વાત કરી હતી. સહસ્ત્ર શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે. તેનો મતલબ હજાર થાય છે. આ કંપનીની શરુઆત 2000માં થઈ હતી. આઈઆઈટી કાનપુરમાં અભ્યાસ કરનાર એક વિદ્યાર્થીએ તેની શરુઆત કરી હતી. આ માસની શરુઆતમાં કંપનીના સીઈઓએ જણાવ્યું હતું કે કપનીનું શરૂઆતનું રોકાણ 350 કરોડનું છે.
કંપની આવતા વર્ષ સુધીમાં પુરી ક્ષમતા સાથે ઉત્પાદન શરુ કરી દેશે
ભિવાડીમાં કંપનીના પ્લાન્ટની ક્ષમતા વધારવાની તૈયારી ચાલે છે. આ વર્ષના અંત સુધીમાં તેની ક્ષમતા 30 ટકા સુધી વધી જશે. 2024ની શરુઆતમાં કંપની પોતાની પૂરી ક્ષમતા સાથે ઉત્પાદન કરી શકે છે. બીજા સ્ટેજમાં કંપની ઉત્પાદનોનું અદ્યતન પેકેજિંગ શરૂ કરી દેશે. જેમાં મેમરી ચિપ પણ હશે. સરકારની બે સ્કીમનો ફાયદો કંપનીને મળ્યો છે. જેમાં પહેલી સ્કીમ PLI છે. જેમાં દેશમાં ઉત્પાદન કરવાવાળી કંપનીઓને સરકાર પ્રોત્સાહન આપે છે. બીજી સ્કીમ છે SPECS. આ સ્કીમમાં 25 ટકા મુડી ખર્ચ કંપનીને પાછો મળે છે.
આ પણ વાંચો, જાડેજા માટે રીવાબાએ બાંધ્યાં વખાણનાં તોરણ, શું કહ્યું જાણો