ટ્રેન્ડિંગનેશનલ

શું ચીને ભારતની જમીન પર કબ્જો કર્યો છે? વિદેશ મંત્રીએ આપ્યો વિસ્તારપૂર્વક જવાબ

હમ દેખેગે ન્યૂઝ; ચીને દશકાઓ પહેલા ભારતની જમીન પર કબ્જો કર્યો હતો અને ચીન-ભારત વચ્ચે વર્તમાન તણાવ તેના દ્વારા ભારતની જમીન પર કબ્જો કરવાના કારણે નહીં પરંતુ બંને વચ્ચે ફોર્વર્ડ ડિપ્લોયમેન્ટના કારણે છે.

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારતની જમીન પર ચીનના કબ્જાને લઈને આ વાત કહી છે. મોદી સરકારે નવ વર્ષ પૂર્ણ કર્યા હોવાના કારણે વિદેશ મંત્રાલયે એક વિશેષ પ્રેસ કોન્ફ્રન્સનું આયોજન કર્યું હતું, જ્યાં જયશંકરે અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

શું ચીને ભારતની જમીન પર કબ્જો કર્યો છે?

પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન જયશંકર સાથે એક સીધા પ્રશ્ન તે કરવામાં આવ્યો કે ગલવાન ઘાટીમાં થયેલી ઘટના પછી ભારતીયોના મનમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું ભારતની જમીન પર ચીને કબ્જો કરી લીધો છે? આ પ્રશ્નના જવાબમાં જયશંકરે કહ્યું કે, આ એક જટિલ મુદ્દો છે.

તેમણે કહ્યું, “દેશોની સેના એકદમ એલએસી (લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ) પર તૈનાત કરવામાં આવતી નથી, પરંતુ સૈનિક પોતાના કેમ્પ પર તૈનાત કરવામાં આવે છે, જ્યાંથી તેઓ આગળ વધે છે. 2022 પછી જે પરિવર્તન આવ્યું છે તેનું કારણ તે છે કે તણાવના કારણે બંને પક્ષો દ્વારા ફોર્વર્ડ ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે. એટલે કે પોતાના સૈનિકોને બોર્ડરની નજીક તૈનાત કરવામાં આવ્યા છે. ”

તેમણે કહ્યું, “આ મુદ્દાને અમે ઉકેલ્યો છે. આ મુદ્દો જમીનનો નહીં પરંતુ ફોર્વર્ડ ડિપ્લોયમેન્ટનો છે. બંને દેશોના સૈનિક સામ-સામે છે, તેવામાં તણાવ હિંસાનું રૂપ ધારણ કરી શકે છે, જેવી રીતે ગલવાનમાં થયું.”

તેમણે કહ્યું, ” ખ્યાલ નથી કેમ 2020માં ચીને બંને દેશો વચ્ચેના કરારને તોડીને બોર્ડર પાસે પોતાના સૈનિકોને તૈનાત કરી દીધા અને અમને ભડકાવવાની કોશિશ કરી. અમે તેમને સ્પષ્ટ કહી દીધું છે કે બોર્ડર પર જ્યાર સુધી શાંતિ અને સ્થિરતાનો માહોલ બનશે નહીં ત્યાર સુધી બંને દેશોના સંબંધ સારા થઈ શકશે નહીં. ”

આ પણ વાંચો- Big Breaking News : ગુજરાત કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલને સોંપાઈ

તેમણે આગળ કહ્યું, “કેટલાક લોકોએ કહ્યું કે અરૂણાચલ પ્રદેશમાં મોડલ વિલેજ બન્યા છે પરંતુ સંસદના રેકોર્ડ જૂઓ તો તમને ખ્યાલ આવશે કે તે માળખું તેવી જગ્યા પર બનેલું છે જેના પર ચીને 1959માં કબ્જો કર્યો હતો. ચીન 1950ના દશકાથી ભારતની જમીન પર કબ્જો કરી ચૂક્યો છે.”

જયશંકરે કહ્યું, “મૂળ મુદ્દો છે, એલએસી પરથી આપણી સેના બેસથી નિકળીને પેટ્રોલિંગ કરે છે અને પાછી બેસ પર પરત આવે છે. 2020 પછી આવું થયું નહીં કેમ કે ચીને કરારોનું ઉલ્લંઘન કરીને બોર્ડરની નજીક મોટી સંખ્યામાં સૈનિક તૈનાત કરી દીધા. આ કારણે આપણે પણ ફોર્વર્ડ ડિપ્લોયમેન્ટ કરવું પડ્યું જેનાથી તણાવ પેદા થયો.”

ચીન સાથે ભારત સારા સંબંધ બનાવી રાખવા માંગે છે: જયશંકર

જયશંકરે કહ્યું કે પાછલા નવ વર્ષોમાં દુનિયામાં ચીન ઉપરાંત કેટલાક એવા દેશ જે શક્તિનું કેન્દ્ર બન્યા છે, તેમના સાથે ભારતના સંબંધ સુધર્યા છે.અમેરિકા, રશિયા, બ્રિટન,ફ્રાન્સ, યૂરોપિયન યૂનિયન, જાપાન, જર્મની, ખાડીના દેશો, એશિયાના દેશો સાથે વ્યૂહાત્મક સંબંધ સુધારવાની કોશિશ કરવામાં આવી છે. પોતે વડાપ્રધાનની આગેવાનીમાં વિદેશ નીતિ પર અમલ કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે 2014માં બીજેપી સત્તામાં આવી ત્યાર પછી સરકારે “નેબરહુડ પોલિસી હેઠળ” પાડોશી દેશો સાથે સંબંધ સુધારવાની કોશિશ કરી પરંતુ ચીનના મુદ્દા પર એવું થઈ શક્યું નહીં.

આ પણ વાંચો- CM ભૂપેન્દ્ર પટેલ બનાસની ધરતી પરથી રાજ્યના 22 સિટી સિવિક સેન્ટરની લોકોને આપશે ભેટ

તેમણે કહ્યું કે ભારતનો વિકાસ પણ નેબરહુડ (પડોશી)માં થયું છે તો અહીં તેને સૌથી વધારે પડકાર પણ મળ્યા છે.

જયશંકરે કહ્યું, અમારા સંબંધ નેપાળ, બાંગ્લાદેશ, ભૂતાન, શ્રીલંકા, માલદીવ ઉપરાંત મ્યાંમાર સાથે પણ આપણા સંબંધ મજબૂત થયા છે. અહીં પ્રથમ વખત એક રીઝનલ ઈકોનોમી બની શકી છે.

“પરંતુ પાકિસ્તાન અને ચીન સાથે પડકાર છે. નેબરહૂડ પોલિસીના કારણે આપણે આતંકવાદને સહન કરી શકીએ નહીં. રહી ચીનની વાત તો અમારી કોશિશ હતી કે તેમના સાથે આપણા સંબંધ સારા બને પરંતુ તેવું ત્યારે જ બની શકશે, જ્યારે બોર્ડર પર આવેલા વિસ્તારોમાં શાંતિ સ્થપાશે.”

“પરંતુ કરારોના ઉલ્લંઘન થવા પર અમે સંબંધોને આગળ વધારી શકીશું નહીં. ગલવાનથી પહેલા પણ અમે તેમના સાથે વાતચીત કરી રહ્યાં હતા. અમે ચીનને ચેતવણી આપી હતી કે તેમના સૈનિક બોર્ડરની નજીક દેખાઈ રહ્યાં છે જે કરારનું ઉલ્લંઘન છે. ”

“મને લાગતું નથી કે બોર્ડર પર ચાલી રહેલો તણાવ ચીનના હિતમાં છે પરંતુ આપણે સૈનિકોને પાછળ ધકેલવાનો કોઈ રસ્તો શોધવો પડશે કેમ કે આની અસર પરસ્પરના સંબંધો પર પડી રહી છે. તે આશા કરવી કે બોર્ડરમાં તણાવ પછી પણ સંબંધ સામાન્ય રહેશે તો તે યોગ્ય નથી.”

 

Back to top button