ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજ્યસભાની ચૂંટણીઃ હરિયાણામાં ભાજપ-અપક્ષ ઉમેદવારની જીત, અજય માકનની હાર

Text To Speech

દેશના 4 રાજ્યોમાં રાજ્યસભાની 16 બેઠકો માટે શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં મતદાન થયું હતું. રાજસ્થાન અને કર્ણાટક બાદ હવે હરિયાણાના પણ પરિણામ આવી ગયા છે. શુક્રવારે મોડી રાત્રે આવેલા પરિણામોમાં હરિયાણાની બેમાંથી એક સીટ પર બીજેપી અને બીજી સીટ પર અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્માનો વિજય થયો છે.

મળતી માહિતી મુજબ, હરિયાણામાં ભાજપના કૃષ્ણ લાલ પંવાર અને અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્મા રાજ્યસભામાં ચૂંટાયા છે. હાલમાં અધિકારીઓનું કહેવું છે કે કોંગ્રેસના અજય માકન હારી ગયા છે. હરિયાણામાં કોંગ્રેસના વિધાનસભ્ય ભારત ભૂષણ બત્રાના કહેવા પ્રમાણે, અજય માકન બહુ ઓછા માર્જિનથી હારી ગયા છે.

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રાજ્યસભામાં બીજેપીની જીત પર કૃષ્ણ લાલ પંવાર અને અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્માને અભિનંદન પાઠવ્યા છે. આ સાથે તેણે ટ્વીટ કરીને લખ્યું કે, ‘હરિયાણાના નવા ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદોને મારા હાર્દિક અભિનંદન. કૃષ્ણલાલ પંવાર અને કાર્તિકેયની સફળતા લોકશાહીની જીત છે. આપણા મહાન રાષ્ટ્રના વિકાસમાં તેમની નવી જવાબદારીઓ માટે શુભેચ્છાઓ.

હાલમાં મહારાષ્ટ્રમાં રાજ્યસભાની 6 બેઠકો માટે મતદાનના પરિણામો આવવાના બાકી છે. શુક્રવારે સાંજે આવેલા પરિણામોમાં રાજસ્થાનમાં કોંગ્રેસને 3 અને ભાજપને એક સીટ મળી છે. કર્ણાટકમાં ભાજપને 3 અને કોંગ્રેસને એક બેઠક મળી છે.

આપને જણાવી દઈએ કે, કર્ણાટકમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ત્રણ સીટ જીતી છે, કોંગ્રેસને એક સીટ મળી છે. કર્ણાટકમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ, અભિનેતા-રાજકારણી જગેશ અને લહર સિંહ સિરોયા ભાજપ તરફથી જીત્યા, જ્યારે કોંગ્રેસમાંથી પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ પણ જીતીને રાજ્યસભામાં પહોંચવામાં સફળ રહ્યા.

Back to top button