હરિયાણાના મંત્રી કમલ ગુપ્તાનો દાવો, POK ગમે ત્યારે ભારતમાં ભળી જશે
હરિયાણા સરકારમાં મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતાએ એવો દાવો કર્યો છે કે એક વર્ષ, બે વર્ષ કે પાંચ વર્ષ ગમે ત્યારે એવી ક્ષણ આવી શકે છે જ્યારે PoK ભારતનો ભાગ બની શકે છે.
હરિયાણા ભાજપના વરિષ્ઠ નેતાનો દાવો
ડૉ. કમલ ગુપ્તા હરિયાણા સરકારમાં મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા છે. હાલમાં જ તેમણે રોહતકમાં એક કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેણે મોટો દાવો કર્યો હતો કે જે રીતે ભારત હવે મજબૂત બન્યું છે તે રીતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) આવનારા સમયમાં ભારતનો હિસ્સો બનશે. જેને લઈને મુઝફ્ફરાબાદ સહિત તમામ સ્થળોએ અવાજો ઉઠવા લાગ્યા છે કે અમને ભારતમાં મિલાવી દો.
મુઝફ્ફરાબાદમાં આંદોલનો શરૂ થઈ ગયા
કમલ ગુપ્તાએ કહ્યું કે આગામી બે-પાંચ વર્ષમાં કોઈપણ સમયે PoK ભારતનો હિસ્સો બનશે. અમે રામ મંદિર નિર્માણનું કામ શરૂ કર્યું અને કલમ 370 નાબૂદ કરી. આ બધા કામો જોઈને આજે PoKમાં અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે અને મુઝફ્ફરાબાદમાં આંદોલનો શરૂ થઈ ગયા છે. અહીંના લોકો ભારતમાં ભળવા માંગે છે. એક વર્ષ, 2 વર્ષ, 5 વર્ષમાં ગમે ત્યારે એવી ક્ષણ આવી શકે છે જ્યારે PoK ભારતનો ભાગ બની શકે છે.
#WATCH | "…Today, in PoK, voices have started emerging & agitations have begun in Muzaffarabad…to merge them into India. A moment may come in a year, 2 years, 5 years due to which PoK can become a part of India," says Haryana Minister Dr. Kamal Gupta in Rohtak (05.03.2023) pic.twitter.com/kSHtXeBd7o
— ANI (@ANI) March 6, 2023
PoKના લોકો પાકિસ્તાનથી છૂટકારો મેળવવા માંગે છે
તમને જણાવી દઈએ કે ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ છે. દેશમાં વિદેશી મુદ્રા ભંડારની ભારે અછત છે. વધતી જતી મોંઘવારીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. દરમિયાન, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના લોકો પાકિસ્તાનથી છુટકારો મેળવવા માંગે છે. લોકો ઇચ્છે છે કે તે ભારતમાં જોડાય.
PoKમાં લોકોએ ભારતમાં સામેલ થવાની માંગ કરી હતી
ગયા મહિને જ, PoKમાંથી મોટી સંખ્યામાં લોકો પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવતા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ભારતમાં જોડાવાની માંગ કરી રહ્યા હતા. તે જ સમયે, જેએસએમએમ (જે સિંધ મુત્તાહિદા મહાઝ) પ્રમુખ શફી બર્ફતે પણ 14 ફેબ્રુઆરીએ ફરી એકવાર કહ્યું કે પાકિસ્તાન તેમનો દેશ નથી.
આ પણ વાંચો : જાનથી મારી નાખવાની ધમકીઓને લઈને જેઠાલાલે કર્યો ખુલાસો, જાણો શું કહ્યું