‘હરિયાણા INLDના વડા નફે સિંહ રાઠીની હત્યાની CBI તપાસ થશે’, અનિલ વિજે જાહેરાત કરી
હરિયાણા, 26 ફેબ્રુઆરી 2024: હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે રાજ્યની વિધાનસભામાં કહ્યું કે, હરિયાણા INLDના વડા નફે સિંહ રાઠીની હત્યાની તપાસ CBI દ્વારા કરવામાં આવશે. આ હત્યાના આરોપીઓને છોડવામાં આવશે નહીં અને કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.”
હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે વિધાનસભામાં ખાતરી આપી હતી કે ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના રાજ્ય એકમના અધ્યક્ષ નફે સિંહ રાઠીની હત્યાની CBIને સોંપવામાં આવશે.
राज्य विधानसभा में हरियाणा के गृह मंत्री अनिल विज ने कहा, ''हरियाणा INLD प्रमुख नफे सिंह राठी हत्याकांड की जांच CBI से कराई जाएगी। इस हत्याकांड के आरोपियों को बख्शा नहीं जाएगा और सख्त से सख्त कार्रवाई की जाएगी। पुलिस मामले की जांच कर रही है।" pic.twitter.com/wTyBpLbOhs
— ANI_HindiNews (@AHindinews) February 26, 2024
હુમલાખોરોએ રાઠીની ગોળી મારી હત્યા કરી હતી
25 ફેબ્રુઆરીએ દિલ્હીની બાજુમાં આવેલા હરિયાણાના ઝજ્જર જિલ્લાના બહાદુરગઢમાં રાઠી અને અન્ય પાર્ટી કાર્યકર્તાની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. લોકસભા ચૂંટણીના થોડા અઠવાડિયા પહેલા થયેલા આ હુમલા પર વિરોધ પક્ષોએ તીખી પ્રતિક્રિયા આપી હતી. ભાજપ શાસિત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવતા વિપક્ષે ઘટના સંદર્ભે આક્ષેપો કર્યા હતા.
અનિલ વિજે વિધાનસભામાં કહ્યું, “જો ગૃહ એકલા CBIની તપાસથી સંતુષ્ટ હશે તો હું સભ્યોને ખાતરી આપું છું કે અમે આ કેસ CBIને સોંપીશું.”
ગૃહની કાર્યવાહીની શરૂઆતમાં વિપક્ષ કોંગ્રેસે રાઠીની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ ઘટનાની તપાસ હાઈકોર્ટના જજ દ્વારા અથવા હાઈકોર્ટના જજની દેખરેખ હેઠળ સીબીઆઈ દ્વારા કરાવવાની માંગ કરી હતી. આવી સ્થિતિમાં, વિધાનસભા અધ્યક્ષે કાયદો અને વ્યવસ્થા પર સ્થગિત દરખાસ્ત સ્વીકારી લીધી. પ્રશ્નકાળ પછી તરત જ કોંગ્રેસના સભ્યોએ મુદ્દો ઉઠાવ્યો અને કાયદો અને વ્યવસ્થા પર ચર્ચાની માંગ કરી.
પુત્ર જિતેન્દ્ર રાઠીની પ્રતિક્રિયા સામે આવી
નફે સિંહ રાઠી હત્યા કેસમાં તેમના પુત્રની પ્રતિક્રિયા પણ સામે આવી છે. જિતેન્દ્ર રાઠીએ કહ્યું કે મારા પિતા છેલ્લા 5 વર્ષથી સુરક્ષા માટે આજીજી કરી રહ્યા હતા. પરંતુ સરકારમાં બેઠેલા લોકો ઈચ્છતા હતા કે જ્યાં સુધી નફે સિંહ હરિયાણાના રાજકારણમાં રહે ત્યાં સુધી મુદ્દાઓ ઉઠાવતા રહેશે. અમે સરકારના કુકર્મો સામે અમારો અવાજ ઉઠાવતા રહીશું અને આ જ કારણ હતું કે પહેલા અમારા પર ખોટા કેસ કરીને અમને દબાવવામાં આવ્યા, હવે મારા પિતાની હત્યા કરવામાં આવી.