હરિયાણાની મેડન ફાર્મા કંપનીની કફ સિરપથી ગામ્બિયામાં 66 બાળકોના મોત થયા હતા ત્યારે આ મામલામાં કેન્દ્ર સરકાર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે સરકારે કહ્યું છે કે આ ઘટનાનો CGSCO રિપોર્ટ જણાવે છે કે હરિયાણા સ્થિત મેડન ફાર્માને પ્રોમેથાઝિન ઓરલ સોલ્યુશન બીપી, કોફેક્સનાલિન બેબી કફ સિરપ, મેકૉફ બેબી કફ સિરપ અને મેગ્રિપ એનકોલ્ડ સિરપને રાજ્ય દવા તરીકે આપવામાં આવી છે. તેને જે લાઇસન્સ આપવામાં આવ્યું છે તેમાં માત્ર નિકાસ માટે જ ઉત્પાદન કરવાની પરવાનગી છે.
23 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું, ચારમાં વધુ ગ્લાયકોલ મળી આવ્યું
આ સિરપ અંગે કેન્દ્રએ કહ્યું કે WHO તરફથી મળેલા પ્રાથમિક પરિણામો મુજબ, આ ઉત્પાદનોના 23 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી ચાર નમૂનાઓમાં ડાયેથિલિન ગ્લાયકોલ/ઇથિલિન ગ્લાયકોલ હોવાનું જણાયું હતું. મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી WHO દ્વારા CDSCOને આપવામાં આવ્યું નથી. સરકારે કહ્યું કે રાષ્ટ્રીય નિયમનકારી સત્તા, સીડીએસસીઓએ, ડબ્લ્યુએચઓને વિનંતી કરી છે કે તે આ દવાઓના કારણે થતા મૃત્યુના કારણો અંગેનો અહેવાલ વહેલામાં વહેલી તકે તેની સાથે શેર કરે. આ નમૂનાઓ (મેડન ફાર્મા દ્વારા ઉત્પાદિત સમાન બેચના નિયંત્રિત નમૂનાઓ) પરીક્ષણ માટે પ્રાદેશિક ડ્રગ ટેસ્ટિંગ લેબ, ચંદીગઢમાં મોકલવામાં આવ્યા છે.
ભારતના ડ્રગ રેગ્યુલેટરે તપાસ શરૂ કરી
વધુમાં ભારતના ડ્રગ રેગ્યુલેટરે કફ સિરપથી થતા મૃત્યુની તપાસ શરૂ કરી છે અને WHO દ્વારા ચેતવણી જારી કર્યા પછી વધુ વિગતો માંગી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને બુધવારે ચેતવણી આપી હતી કે હરિયાણાની સોનેપત સ્થિત મેડન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા ઉત્પાદિત ચાર કફ સિરપ પશ્ચિમ આફ્રિકન રાષ્ટ્ર ધ ગામ્બિયામાં મૃત્યુનું કારણ બની શકે છે. બનાવમાં હરિયાણાના આરોગ્ય પ્રધાન અનિલ વિજે ગુરુવારે જણાવ્યું હતું કે ફાર્મા કંપની દ્વારા ઉત્પાદિત ચાર કફ સિરપના નમૂનાઓ પરીક્ષણ માટે કોલકાતાની સેન્ટ્રલ ફાર્માસ્યુટિકલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. વિજે માહિતી આપી હતી કે DCGA અને હરિયાણાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગની એક ટીમે સેમ્પલ એકઠા કર્યા છે અને તેમને પરીક્ષણ માટે કોલકાતાના CDL મોકલ્યા છે. તેમણે કહ્યું કે કેન્દ્રના ફાર્માસ્યુટિકલ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ હરિયાણાના અધિક મુખ્ય સચિવ (સ્વાસ્થ્ય) સાથે વાત કરી હતી. વિજે કહ્યું કે ફાર્મા કંપની દ્વારા ઉત્પાદિત કફ સિરપને નિકાસ માટે મંજૂરી આપવામાં આવી છે. તે દેશમાં વેચાણ અથવા માર્કેટિંગ માટે ઉપલબ્ધ નથી. વિજે કહ્યું કે સીડીએલનો રિપોર્ટ આવ્યા બાદ જે પણ કાર્યવાહી કરવાની છે તે કરવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ જ અમે કોઈ નિષ્કર્ષ પર આવી શકીશું.
આ પણ વાંચો : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત આ તારીખે થશે!, શું બે રાજ્યમાં એકસાથે થશે મતદાન