હરિયાણા: તપાસમાં આળસ કરનાર 372 અધિકારી સસ્પેન્ડ
હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજ ફરી એકવાર એક્શનમાં જોવા મળી રહ્યા છે. ગબ્બર તરીકે ઓળખાતા અનિલ વિજે પોલીસ વિભાગના 372 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેઓ વિવિધ કેસમાં કોઈ કાર્યવાહી ન કરતા ગૃહમંત્રીના રડારમાં આવી ગયા છે.
એક વર્ષથી પેન્ડિંગ એફઆઈઆર પર અંતિમ કાર્યવાહી ન કરનારાઓ સામે કડક પગલાં લેતા હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજે હરિયાણા પોલીસ વિભાગના 372 તપાસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. તેમણે ડીજીપીને પોલીસના 372 જેટલા તપાસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.
#WATCH हरियाणा: 372 जांच अधिकारियों को निलंबित करने के निर्देश जारी करने पर हरियाणा के गृह मंत्री अनिल विज ने कहा, ” लंबे समय से अधिकारियों को लंबित मामलों का निपटान करने के लिए कहा जा रहा था। मई में विभाग ने जानकारी दी थी कि 3,229 मामले ऐसे हैं जिन्हें 1 साल से अधिक समय हो गया… pic.twitter.com/IzVgTc6CR6
— ANI_HindiNews (@AHindinews) October 23, 2023
કેમ ગૃહમંત્રી પોલીસ અધિકારીઓથી નારાજ થયા?
કહેવામાં આવી રહ્યુ છે કે લગભગ 3229 પેન્ડિંગ કેસ પર કાર્યવાહી ન થવાને કારણે ગૃહમંત્રી દ્વારા સસ્પેન્શનના આદેશ આપવામાં આવ્યા છે. આ કેસોમાં યોગ્ય પગલાં ન લેવાના કારણો સમજાવવા રિમાઇન્ડર પણ મોકલવામાં આવ્યા હતા. આ સાથે ગૃહમંત્રી અનિલ વિજ દ્વારા આપવામાં આવેલા આદેશમાં તમામ પેન્ડિંગ કેસ સંબંધિત ડીએસપીને મોકલવા માટે કહેવામાં આવ્યું છે. તેઓએ એક મહિનામાં તેનું સમાધાન કરવું પડશે, અન્યથા સંબંધિત અધિકારી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
કયા જિલ્લાના કેટલા અધિકારી ગૃહમંત્રીની રડારમાં ?
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં, 372 તપાસ અધિકારીઓ (IOs) ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં ગુરુગ્રામના 60, ફરીદાબાદના 32, પંચકુલાના 10, અંબાલાના 30, યમુનાનગરના 57, કરનાલના 31, પાણીપતના 3, હિસારના 14, સિરસાના 66, જીંદના 24, રેવાડીના 5, રોહતકના 31 અને સોનીપતના 9 IO સામેલ છે.
આ પણ વાંચો: મુંબઈઃ બોરીવલીમાં નવ માળની ઈમારતમાં આગ લાગતાં બેનાં મૃત્યુ