સ્પોર્ટસ
હર્ષદા શરદ ગરુડ જુનિયર વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બની


ગ્રીસનાં હેરાક્લિઓમાં 2 મે અને સોમવારે ભારતની દિકરી અને રમતવીર હર્ષદા શરદ ગરુડે ઇતિહાસ રચ્યો અને IWF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ 2022માં સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બની.
રમતવીર હર્ષદા શરદ ગરુડે 45-kg વજન વર્ગમાં 153-kg વજન ઉચકી અને આ કિર્તિમાન સ્થાપ્યો છે. રમત પર પોતાની પક્ડ અને આત્મવિશ્વાસ બતાવતા રમતવીર હર્ષદા શરદ ગરુડે સ્નેચમાં 70 kg અને ક્લીન એન્ડ જર્કમાં 83 kg નો વજન ઉચકી આઠ સ્પર્ધકોને પાછળ છોડી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે, IWF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ 2022 સ્પર્ધાના પ્રથમ દિવસે ભારતે મેડલ મેળવ્યો છે. સાથે સાથે આજ કેટેગરીમાં તુર્કીની બેક્તાસ કેન્સુએ સિલ્વર મેડલ જીત્યો, જ્યારે મોલ્ડોવાની ટીઓડોરા-લુમિનિતા હિંકુએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.