ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં જેલની સુરક્ષા વધુ મજબૂત કરવા હર્ષ સંઘવીએ લીધો મોટો નિર્ણય

Text To Speech
  • ગુજરાતની 17 જેલોમાં એક સાથે સરપ્રાઈઝ ચેકિંગ કરાયું હતું
  • જેલમાં મોબાઈલથી વાતચીત થાય છે જેમાં ટુ-જી જામર જવાબદાર
  • જેલોમાં અત્યારે કાચા-પાકા મળીને 16 હજાર જેટલા કેદી

ગુજરાતમાં જેલની સુરક્ષા વધુ મજબૂત કરવા હર્ષ સંઘવીએ મોટો નિર્ણય લીધો છે. જેમાં જેલની સુરક્ષા વધુ મજબૂત કરવા હવે ફાઈવ-જી જામર લગાવાશે. તેમાં જાહેર અગત્યની બાબત પર મંત્રી હર્ષ સંઘવીની સ્પષ્ટતા છે. જેમાં આઉટ ડેટેડ ટુ-જી જામર બરોબર કામ કરતાં નથી. ત્યારે ગુજરાતની 17 જેલોમાં એક સાથે સરપ્રાઈઝ ચેકિંગ કરાયું હતુ.

ગુજરાતની 17 જેલોમાં એક સાથે સરપ્રાઈઝ ચેકિંગ કરાયું હતું

ગુજરાતની 17 જેલોમાં એક સાથે સરપ્રાઈઝ ચેકિંગ કરાયું હતું. આ મુદ્દે ગુજરાત વિધાનસભા ગૃહમાં જાહેર અગત્યની બાબત પર ચર્ચા થઈ હતી, જેમાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જેલમાં મોબાઈલ ઘૂસે છે અને વાતચીત પણ થાય છે, એની પાછળનું કારણ એ છે કે, ટુ-જી જામર લાગેલા છે, જે હવે કામ કરતાં નથી, સલામતી ન જોખમાય તે માટે ફાઈવ-જી જામર વસાવવાનું સરકારે નક્કી કર્યું છે.

ધારાસભ્યે બાફતાં મંત્રીએ સ્પષ્ટતા કરી હતી

જેલની સુરક્ષા મજબૂત કરવા આ કાર્યવાહી કરાશે, આ તબક્કે ધારાસભ્ય અમિત શાહે કહ્યું કે, સારી ક્વોલિટીના જામર લગાવાશે, ધારાસભ્યે બાફતાં મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, આ ક્વોલિટીનો નહિ પણ ટેક્નોલોજીનો વિષય છે. મંત્રીએ કહ્યું કે, રાજ્યની જેલોમાં અત્યારે કાચા-પાકા મળીને 16 હજાર જેટલા કેદી છે, આ રીતે સરપ્રાઈઝ ચેકિંગ થતી રહેશે.

Back to top button