ગુજરાતટોપ ન્યૂઝ

હર્ષ સંઘવી : નશીલા પદાર્થો રાજ્યમાં ઘુસાડવાના પ્રયત્નોને નિષ્ફળ બનાવવા ગુજરાત પોલીસ સતત પ્રયત્નશીલ

ગુજરાતની દરિયાઈ સીમાઓ અને આંતરરાષ્ટ્રીય સીમાઓ પરથી નશીલા પદાર્થો રાજ્યમાં ઘુસાડવા માટે થઈ રહેલા પ્રયત્નોને નિષ્ફળ બનાવવા માટે ગુજરાત પોલીસ સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં એક વર્ષમાં નશીલા પદાર્થોની હેરાફેરી સહિતના ગુનાઓ આચરતા કુલ 43 આરોપીઓ સામે PIT NDPS ACT હેઠળ કડક અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. જેમાં નશીલા પદાર્થો સાથે આરોપીઓ ગુજરાતમાં ઘૂસે તે પહેલાં જ ચેક પોસ્ટ પરથી મુદ્દામાલ સાથે પકડાઈ જાય તે માટે રાજ્યની વિવિધ ચેક પોસ્ટ ઉપર હાઈટેક સ્કેનર લગાડાવામાં આવશે.

આ પણ વાંચો : ગૃહમંત્રીનો વ્યાજખોરો સામે હુકાર, આ ધંધો છોડવો પડશે અથવા તો ગુજરાત છોડવું પડશે

જો વાત કરીએ એક વર્ષની માત્ર જામનગર જિલ્લામાં જ 10 દરોડા પાડી 6.35 લાખનો ગાંજો અને રૂ. 10.34 લાખનું એમ.ડી ડ્રગ્સ સાથે 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તદ્ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં 13 દરોડા પાડી પોલીસે રૂ. 3.08 લાખનો ગાંજો, રૂ. 1.18 લાખનું અફીણ, રૂ. 97.60 લાખના પોષડોડા/પાવડર અને રૂ. 1.46 કરોડથી વધુ કિંમતનો ચરસના જથ્થા સાથે 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

નશીલા પદાર્થો - Humdekhengenews

ગુજરાતની દરિયાઈ સીમાઓ અને આંતરરાષ્ટ્રીય સીમાઓ પરથી નશીલા પદાર્થો રાજ્યમાં ઘુસાડવા માટે થઈ રહેલા પ્રયત્નોને નિષ્ફળ બનાવવા માટે ગુજરાત પોલીસ સતત પ્રયત્નશીલ છે અને મોટાભાગે આવા નશીલા પદાર્થો સાથે ગુજરાતમાં ઘુસતાની સાથે જ આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવે છે. એટલું જ નહિ, નશીલા પદાર્થો સાથે આરોપીઓ ગુજરાતમાં ઘૂસે તે પહેલાં જ ચેક પોસ્ટ પરથી મુદ્દામાલ સાથે પકડાઈ જાય તે માટે રાજ્યની વિવિધ ચેક પોસ્ટ ઉપર હાઈ ટેકનોલોજી આધારિત સ્કેનર લગાડવા રાજ્ય સરકાર ગંભીરતાપૂર્વક વિચારી રહી છે તેમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.

નશીલા પદાર્થો - Humdekhengenews

પકડાયેલા ડ્રગ્સ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા હર્ષ સંધવીએ કહ્યું હતું કે, રાજ્યનું યુવાધન ડ્રગ્સથી દુર રહે અને રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી કે વેચાણ સદંતર બંધ થાય તે માટે ગુજરાત પોલીસ એલર્ટ છે અને ડ્રગ્સ માફિયાઓ ઉપર કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. તા.31મી ડીસેમ્બર 2022ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા 10 સફળ દરોડા પાડી 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રૂ 6.35 લાખનો ગાંજો અને રૂ. 13.34 લાખનું એમ.ડી ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં 13 દરોડા પાડી પોલીસે 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રૂ. 3.08 લાખનો ગાંજો, રૂ. 1.18 લાખનું અફીણ, રૂ. 97.60 લાખના પોષડોડા/પાવડર અને રૂ.1.46 કરોડથી વધુ કિંમતનો ચરસનો જથ્થો પકડવામાં આવ્યો છે. જિલ્લા અને મહાનગરોમાં એસ.ઓ.જી અને ક્રાઇમ બ્રાંચની ટીમો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવે છે.

આ પણ વાંચો : ગુજરાતી ફિલ્મો પર સરકાર મહેરબાન, અત્યાર સુધીમા કરી આટલી મદદ

હર્ષ સંધવીએ પૂરક પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઉમેર્યું કે, માદક દ્રવ્યો અને સાયકોટ્રોપિક પદાર્થોના ગેરકાયદેસર ટ્રાફિકને રોકવાના હેતુથી અને તેની સાથે જોડાયેલા કેસોમાં અટકાયતની જોગવાઈ કરવા માટે અમલી બનેલો કાયદો PIT NDPS ACT 1988 અંતર્ગત ગુજરાતમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં એક વર્ષમાં આવા ગુનાઓ આચરતા કુલ 43 આરોપીઓ સામે PIT NDPS ACT હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે.

Back to top button