ગુજરાતટોપ ન્યૂઝ

જુનાગઢ પોલીસ તોડકાંડ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આકરા પાણીએ

Text To Speech
  • રાજ્ય પોલીસ વડા તપાસ પર નજર રાખી રહ્યાં છે
  • પ્રો-એક્ટિવ પગલાં ભરવામાં આવી રહ્યાં છે: હર્ષ સંઘવી
  • આ સમગ્ર મામલે ગુજરાત ATS તપાસ કરી રહી છે

જુનાગઢ પોલીસ તોડકાંડ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આકરા પાણીએ છે. જેમાં પોલીસ તોડકાંડ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યુ છે કે સરકાર દ્વારા પ્રો-એક્ટિવ પગલાં ભરવામાં આવી રહ્યાં છે. આ સમગ્ર મામલે ગુજરાત ATS તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ગરમીનો અહેસાસ, જાણો માવઠાની અંબાલાલ પટેલે શું કરી આગાહી 

રાજ્ય પોલીસ વડા તપાસ પર નજર રાખી રહ્યાં છે

રાજ્ય પોલીસ વડા તપાસ પર નજર રાખી રહ્યાં છે. જુનાગઢ પાલીસ તોડકાંડમાં કથિત આરોપી તરલ ભટ્ટને સેસન્સ કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. કોર્ટે આરોપી અને સરકારી વકીલની રજૂઆતોને સાંભળીને વધુ તપાસ અર્થે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને કોર્ટે સરકારી વકીલની દલીલોને માન્ય રાખી હતી. ત્યારે આરોપી તરલ ભટ્ટને સાથે રાખીને ગઈકાલે ગુજરાત એટીએસ દ્વારા મોડી રાત સુધી એસઓજી ઓફિસ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

પ્રો-એક્ટિવ પગલાં ભરવામાં આવી રહ્યાં છે: હર્ષ સંઘવી

જુનાગઢ પોલીસ તોડકાંડ મામલે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે કે, પ્રો-એક્ટિવ પગલાં ભરવામાં આવી રહ્યાં છે. અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તોડકાંડના સમગ્ર મામલામાં ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે. આ કેસમાં ગુજરાત રાજ્યના પોલીસ વડા સંપૂર્ણ તપાસ પર નજર રાખી રહ્યાં છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, જે કોઈ માહિતી અને કાર્યવાહી છે તે ગુજરાત સરકાર દ્વારા પ્રો-એક્ટિવલી પગલાં ભરવામાં આવી રહ્યાં છે. જે અંગે સંપૂર્ણ વિગતો વિભાગ દ્વારા રેગ્યુલર બેઝ પર આપવામાં આવી રહી છે અને ફરી આ અંગેની માહિતી આવતીકાલે ગુજરાત પોલીસ દ્વારા આપવામાં આવશે.

Back to top button