ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

દિવાળીના તહેવારો શરૂ થતા ટ્રાફિકના નિયમોને લઈને હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત

Text To Speech

ટ્રાફિકના નિયમોને લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે. જેમાં દિવાળીના તહેવારો દરમિયાન ટ્રાફિકના નિયમો તોડનાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહી તેમ જણાવ્યું છે. અગાઉ પણ હર્ષ સંઘવીએ ‘ટ્રાફિક નિયમ તોડનાર વ્યક્તિ કોઈ રીઢો ગુનેગાર નથી, એની જોડે માનવતા પૂર્વક જ વ્યવહાર થવો જોઇએ’ આ નિવેદન આપ્યું હતુ. તથા રાજ્યમાં 21થી 27 ઓક્ટોબર સુધી પોલીસ નહીં ઉઘરાવે દંડ.

આ પણ વાંચો: BJPએ ઉમેદવારોની પસંદગી માટે વિધાનસભા પ્રમાણે ગોઠવ્યા ‘સિક્રેટ મેન’

શહેરોમાં ટ્રાફિક સમસ્યાને લઈને પોલીસને કામગીરીને બિરદાવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અગાઉ સુરત શહેરમાં પોલીસ દ્વારા પોલીસ ગૌરવ સમારોહ રાખવામાં આવ્યો હતો. તેમાં હર્ષ સંઘવીએ શહેરોમાં ટ્રાફિક સમસ્યાને લઈને પોલીસને કામગીરીને બિરદાવી હતી. પોલીસને અભિનંદન આપતા સંઘવીએ કહ્યું હતું કે ટ્રાફિક નિયમ તોડનાર રીઢા ગુનેગાર નથી, તેમની સાથે માનવીય વર્તન કરવું જોઈએ એવી ટકોર કરી હતી. અને સુરતમાં પોલીસ ગૌરવ સમારોહ અંતર્ગત પોલીસના તમામ કર્મચારીઓ અને અધિકારીઓને પોલીસની છબી સુધારવા માટે કાર્ય કરવું પડશે તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતની રાજનીતિમાં ‘કમા’ની એન્ટ્રી ! જાણો- રાહુલ ગાંધીની કોણે કરી ‘કમા’ સાથે સરખામણી ?

આજે દિવાળીના તહેવારો શરૂ થયા

તેમજ આજે દિવાળીના તહેવારો શરૂ થયા છે ત્યારે ફરી એક વખત ટ્રાફિકના નિયમોને લઈને હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે. જેમાં સામાન્ય વ્યકિતને દિવાળીના તહેવારોમાં રોડ પર કોઇ અડચણ ના પડે તે હેતુથી લોકો જાગૃતિ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ નિર્ણય લીધો છે.

Back to top button