RTOમાં ચાલતી ગેરરીતિને લઈને હર્ષ સંઘવી એક્શનમાં, સુરત RTOની લીધી ઓચિંતી મુલાકાત
- હર્ષ સંઘવીએ સુરત RTOની સરપ્રાઈઝ મુલાકાત લીધી
- RTOના અલગ અલગ વિભાગની વિઝીટ કરી અધિકારીઓને સૂચનો આપ્યા
- સુરત RTOમાં ગેરરીતિ ચાલતી હોવાની ઉઠી હતી ફરિયાદ
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આજે સુરત RTOની સરપ્રાઈઝ મુલાકાતે પહોંચ્યા હતા. હર્ષ સંઘવીએ RTOના જુદા-જુદા વિભાગોની ઓચિંતી મુલાકાત લઈને અધિકારીઓને કેટલાક જરુરી સૂચનો આપ્યા છે.ગેરરીતિની અનેક ફરિયાદો ઉઠ્યા બાદ મંત્રી હર્ષ સંઘવીએ RTO કચેરીની ઓચિંતી મુલાકાત લેતા RTO ના અધિકારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.
હર્ષ સંઘવીએ RTOની લીધી સરપ્રાઈઝ મુલાકાત
ગુજરાતમાં RTO કચેરીઓમાં થતી ગેરરીતિને લઈને તંત્ર એલર્ડ બન્યું છે. અને આ ગેરરીતિને અટકાવવા માટે પોલીસ તંત્ર કવાયત હાથ ધરી છે. ત્યારે સુરત RTOમાં ગેરરીતિ ફરિયાદ મળતા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આજે સુરત RTOની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની ઓચિંતી મુલાકાતથી RTOના તમામ કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. હર્ષ સંઘવીએ RTOના જુદા-જુદા વિભાગોની મુલાકાત લઈને અધિકારીઓને કેટલાક સૂચનો આપ્યા હતા.
અધિકારીઓને આપી સૂચનાઓ
મહત્વનું છે કે સુરત RTOમાં ગેરરીતિ થતી હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી હતી. જેને પગલે રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી RTOની સરપ્રાઈઝ મુલાકાત લેવા આવી પહોંચ્યા હતા. અને અહી આવી તેમણે ડ્રાઈવિંગ ટેસ્ટ અને લાયસન્સ ડેટાની ચકાસણી કરી હતી. આ સાથે જ તેમણે અધિકારીઓને કેટલીક સૂચનાઓ પણ આપી હતી.
આ પણ વાંચો : કેરળને પહેલી વંદે ભારતની ભેટ ! PM મોદીએ લીલી ઝંડી બતાવી કરાવ્યું પ્રસ્થાન