ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

હર્ષ સંઘવીએ રાજ્યભરની પોલીસને સાઈબર ક્રાઈમને ડામવા આપી મહત્વપૂર્ણ સૂચના; કહ્યું- એક ફોન…

સુરત: વર્તમાન સમયમાં સાઈબર ક્રાઈમની ઘટનાઓમાં ખુબ જ મોટો વધારો થયો છે. જોકે, આ બાબતનો ખ્યાલ રાજ્ય ગૃહ વિભાગને આવી ગયો છે અને ગુજરાતની જનતાને સાઈબર ક્રાઈમથી બચાવવા માટે મસમોટા પગલાઓ ભરવાનું શરૂ કરી દીધું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બાબતે સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મહત્વપૂર્ણ સૂચનો અને સંકેતો આપ્યા છે.

વાસ્તવિકતા તે છે કે, ડિજિટલ યુગમાં સાઇબર ક્રાઇમના વધી ગયેલા બનાવો પોલીસ માટે પડકારરૂપ બન્યા છે. સાઇબર માફિયા નીત-નવી મોડસ ઓપરન્ડીથી સામાન્ય લોકોને છેતરી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર પણ સાઇબર ક્રાઇમ સામે લડવા સજ્જ બની ગયું છે. તેની શરૂઆત સુરત શહેરથી કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યભરના સાઈબરને લગતી તમામ પ્રકારની છેતરપિંડી પર પંજો મારવામાં આવશે.

રાજ્યની દિકરીઓ માટે હર્ષ સંઘવીએ શું કહ્યું

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમમાં સંબોધિત કરતા જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમની લડાઈ પોલીસે નહીં પણ આપણે બધાએ સાથે મળીને લડવી પડશે. આ સાયબર ક્રાઇમને ડામવા માટે સુરત પોલીસે રાત-દિવસ મહેનત કરી છે. હર્ષ સંઘવીએ પોતાના કાર્યક્રમમાં કહ્યું કે, દીકરીઓને તેમના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર તેમનો મોબાઈલ નંબર મૂકવો જોઈએ નહીં.

તે ઉપરાંત તેમણે કહ્યું કે “દીકરીઓએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રીલ મુકીને લાઈક લાવવાનું એ કઈ ખોટું નથી. પરંતુ થોડી ઘણી સાવધાનીઓ રાખવી જરૂરી છે. આજના જમાનામાં મારા રાજ્યની દીકરીઓ જે ઈચ્છે એ કરી શકે. પરંતુ એને તમામ પ્રકારની સાવચેતીઓને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયાના વિષય પર કામ કરવું એવી ખૂબ જરૂરી છે.”

આ પણ વાંચો-ગુજરાતમાં પ્રેમ લગ્નમાં વાલીની મંજૂરી બની શકે છે ફરજિયાત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપ્યો સંકેત

વધુમાં તેમણે રાજ્યભરના તમામ પીઆઈઓને નાગરિકોની એક જ કોલમાં સાઇબર ક્રાઇમની ફરિયાદ નોંધવા અપીલ છે. તેમણે જણાવ્યું હતું કે, ભણેલા-ગણેલા અને હોશિયાર લોકો પણ સાયબર ક્રાઇમનો ભોગ બને છે.

સાઈબર ક્રાઈમની ફરિયાદ નોંધાવવા માટે ટેલિકોલની સંખ્યામાં કરાશે વધારો

હર્ષ સંઘવીએ રાજ્યભરની પોલીસને સાઈબર ક્રાઈમની ઝડપીમાં ઝડપી ફરિયાદ નોંધીને તેના પર ત્વરિત પગલા ભરવાની સૂચના સાથે-સાથે જણાવ્યું કે, સાઈબર ક્રાઈમમાં 1930 નંબર ટેલી કોલર પર 50 કર્મચારીના બદલે હવે 300 ટેલિકોલર કરવામાં આવશે. આમ સાઈબર ક્રાઈમનો ભોગ બનેલા પીડિતના એક ફોન કોલથી યુદ્ધ ધોરણે કાર્યવાહી કરીને સાઈબર ગઠિયાઓ પર તવાઈ લાવવાનું કામ કરવામાં આવશે.

બદનામ કરીને પૈસા પડાવવાના કિસ્સા ઉપર પણ લાગશે લગામ

હાલમાં ઓનલાઈન ન્યૂડ વીડિયો થકી બદનામ કરીને પૈસા પડાવવાના કિસ્સાઓમાં પણ વધારો થયો છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ન્યૂડ વીડિયો રિસિવ થઇ જાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. હર્ષ સંઘવીએ આવા કિસ્સાઓમાં સાઈબર સેલનો સંપર્ક કરીને ઝડપીમાં ઝડપી પગલા ભરવા માટે કહ્યું છે.

આ પણ વાંચો-big breaking :રાજ્યમાં 1600થી વધુ મહેસૂલી ક્લાર્ક અને તલાટીની બઢતી

ઉલ્લેખનિય છે કે, વર્તમાન સમયમાં હેકિંગ, ફિશિંગ, કોલ સ્ફુર્ફિંગ સહિતના બનાવોની સાથો સાથ ડીપ ફેંક જેવા નવા સાઇબર ક્રાઇમે લોકોની ઉંઘ હરામ કરી નાંખી છે. પ્રતિદિવસ ઉપરોક્ત સાઈબર ક્રાઈમ થકી લોકોને લાખો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવી રહ્યો છે. તો શેર માર્કેટમાં રોકાણ કરવાના નામે પણ રાજ્યના લોકોને લૂંટવામાં આવી રહ્યાં છે. સાઈબર ક્રાઈમને અટકાવવા માટે પોલીસને કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

સાયબર ક્રાઇમથી લોકોને આર્થિક રીતે નુકશાન પહોંચાવાની સાથે-સાથે સામાજીક રીતે બદનામ કરીને તોડ-પાણી કરવાના કિસ્સાઓમાં પણ ચોંકાવનારો વધારો નોંધાયો છે. સોશિયલ મીડિયાના વધતા વ્યાપ વચ્ચે સાઇબર ક્રાઇમની ઘટનાઓમાં ખુબ જ મોટો વધારો ચિંતાનો વિષય બની ગયો છે.

આ અંકુશમાં લેવા માટે સુરત પોલીસ દ્વારા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર સંજીવની 2.0 અભિયાન લોકાર્પણ કર્યું છે સાથે જ લોકોને નાટકના માધ્યમથી ડિજિટલ યુગના માધ્યમથી બનતા સાયબર ક્રાઇમ વિશે લોકોને જાગૃત્તિ ફેલાવવાનું કામ શરૂ કર્યું છે. આગામી સમયમાં રાજ્યભરમાં સાઈબર અપરાધીઓને પકડીને જેલના સળીયા પાછળ ધકેલવા માટે મોટા પાયે ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો- બિપરજોયમાં નુકસાનીનું સહાય ચુકવવા સરકારનો ઠરાવ, આ લોકોને પેકેજનો લાભ નહીં મળે

 

Back to top button