ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

મંત્રી હર્ષ સંઘવીએ ગરીબ પરિવાર સાથે મળીને કરી આઝાદીની ઉજવણી; જૂઓ વીડિયો

Text To Speech

રિપોર્ટ- કિશોર ડબગર:  દાહોદ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 77માં સ્વાતંત્ર્ય દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીમાં ભવ્ય પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ દરમિયાન જિલ્લા પોલીસ અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. હર્ષ સંઘવી સહિત કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્યો અને અધિકારીઓ હાજર રહ્યાં હતા. મોટી સંખ્યામાં દાહોદની જનતા પણ કાર્યક્રમમાં જોડાઈ હતી.

દાહોદ ખાતે સરકારી કાર્યક્રમ પછી ગૃહ રાજ્યમંત્રી એક સામાન્ય પરિવાર સાથે સમય પસાર કર્યો હતો. આ દરમિયાન હર્ષ સંઘવીએ ભોજન પણ પરિવાર સાથે જ જમીન ઉપર બેસીને કર્યું હતું. જણાવી દઇએ કે, હર્ષ સંઘવી સાથે દાહોદ જિલ્લાના કલેક્ટર, સાંસદ અને ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા.


આ પણ વાંચો-દરેક ઘરમાં તિરંગા ઝુંબેશના નામે રેકોર્ડ નોંધાયો, 8.8 કરોડ લોકોએ જશ્ન-એ-આઝાદીની ઉજવણી કરતી સેલ્ફી અપલોડ કરી

ઝાલોદમાં દલુભાઈ રૂપાભાઈના એક ગરીબ પરિવાર સાથે હર્ષ સંઘવીએ સમય વિતાવીને તેમના સાથે જ ભોજન લીધું હતું. આ દરમિયાન હર્ષ સંઘવીએ તેમના માટે કોઈ જ સ્પેશ્યલ ફેસિલીટ ઉભી કરવાની પણ ના પાડી દીધી હતી અને પરિવાર સાથે નીચે જમીન ઉપર બેસીને જ જમણવાર કર્યું હતું.

હર્ષ સંઘવી જ જમીન ઉપર બેસી જતાં તેમના સાથે રહેલા સરકારી અધિકારીઓ સહિત ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓએ પણ નીચે બેસીને ભોજન લીધું હતું. જમીન સાથે જોડાયેલા વ્યક્તિ સાથે આઝાદીની ઉજવણી કરતો હર્ષ સંઘવીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપી વાયરલ થઈ રહ્યો છે. આ સમાચાર અત્યાર સુધી મીડિયા પાસે પહોંચ્યા નથી.

હર્ષ સંઘવી સામાન્ય પરિવાર સાથે- હમ દેખેગે ન્યૂઝ
હર્ષ સંઘવી સામાન્ય પરિવાર સાથે- હમ દેખેગે ન્યૂઝહર્ષ સંઘવી સામાન્ય પરિવાર સાથે- હમ દેખેગે ન્યૂઝ

હર્ષ સંઘવીએ અચાનક જ આ પરિવારના ત્યાં જતાં રહ્યાં હતા. તેથી અન્ય અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. જોકે, હર્ષ સંઘવી પણ એક સામાન્ય દિકરા અને માંના વ્હાલસોયા પુત્રની જેમ જ પરિવાર સાથે ભોજન લીધું હતું.

આ પણ વાંચો-સ્વતંત્રતા દિવસ 2023: આઝાદી પછી પહેલીવાર દેશના આ 6 ગામોમાં લહેરાયો ત્રિરંગો

 

Back to top button