સુરતઃ આજે સવારે સુરતના ઓલપાડ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે આવેલા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી જાતે જ ખેલાડી બન્યા હતા. તેઓએ ખેલાડીઓ સાથે ટેબલ ટેનિલ રમીને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો ટેબલ ટેનિસ રમતો વીડિયો જુઓ…
આજે સવારે ખેલ મહાકુંભ અંતર્ગત સુરતના ઓલપાડ ખાતે રાજ્ય કક્ષાના ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે ખાસ હાજર રહ્યા હતા. આ સમયે હર્ષ સંઘવીએ ટેબલ ટેનિસ રમીને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો છે. તેમનો આ અંદાજ જોઈને ખેલાડીઓમાં પણ વધારે ઉત્સાહની લાગણી જોવા મળી હતી. મહત્વનું છે કે રાજ્યકક્ષાની આ ટેબિલ ટેનિસ સ્પર્ધામાં 2050 ખેલાડીઓએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં યુવાનોથી લઈને સીનીયર સીટીઝન સુધીના તમામ લોકો જોડાયા હતા. જેમનો હર્ષ સંઘવીએ ટેબલ ટેનિસ રમીને ઉત્સાહ વધાર્યો છે. નોંધનિય છે કે હર્ષ સંઘવી છેલ્લા કેટલાંક સમયથી રમત-ગમત માટે ખેલાડીઓને ખૂબ જ પ્રોત્સાહિત કરી રહ્યા છે. વધુમાં વધુ લોકો આ ખેલ મહાકુંભમાં જોડાય તે માટે પણ ગૃહમંત્રી પ્રયત્નો કરી રહ્યા છે. જેના પરિણામે દરેક વયના લોકો આ ખેલ મહાકુંભમાં જોડાઈ રહ્યા છે.
આવતીકાલનું ઘડતર યુવાન જ કરી શકે છે
ઓલપાડ ખાતે ખેલ મહાકુંભમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે,આવતીકાલનું ઘડતર યુવાન જ કરી શકે છે અને તે જ કરી શકે છે જે તેના માટે સંકલ્પ લે છે અને સંકલ્પ સાથે સમર્પણથી જોડાઈ જાય છે. આજે આ ખેલ મહાકુંભમાં ગુજરાતના અલગ-અલગ વિસ્તારોથી તમે લાખો યુવાનો અહીં એક સાથે આવ્યા છો. તમે તમારા સપના પૂરા કરવા દિવસ-રાત મહેનત કરી રહ્યા છો. હું આ ક્ષેત્રમાં તમારું ભવિષ્ય જોઈ રહ્યો છું, તમારા જિલ્લાનું ભવિષ્ય જોઈ રહ્યો છું. હું ગુજરાત અને દેશનું ભવિષ્ય તેમાં જોઈ રહ્યો છું.