ટ્રેન્ડિંગસ્પોર્ટસ

Bangladesh : હરમનપ્રીત કૌર અમ્પાયર પર થઇ ગુસ્સે, ICCએ ફટકાર્યો દંડ

Text To Speech
Harmanpreet Kaur : ભારતીય મહિલા કેપ્ટન હરમનપ્રીત કૌર બાંગ્લાદેશ સામે મેચમાં અમ્પાયર સામે ગુસ્સે જોવા મળી છે. હરમનપ્રીત કૌરે અમ્પાયરની ટીકા કરી હતી,અને આ કારણથી હરમનપ્રીત કૌરને ICC દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે.

બાંગ્લાદેશ સામેની મેચ માં થઇ ઘટના

હરમનપ્રીત કૌર બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં હરમનપ્રીત કૌરને અમ્પાયર દ્વારા LBW આઉટ આપ્યા બાદ હરમનપ્રીત ગુસ્સે જોવા મળી હતી.આ દરમ્યાન હરમનપ્રીતએ સ્ટમ્પ પર જોરથી બેટને માર્યો અને પછી અમ્પાયરને કડક શબ્દો કહ્યા હતા.અને ત્યાર બાદ પણ હરમનપ્રીત કૌર ઇનામ વિતરણ સમારોહમાં પણ હરમનપ્રીતે અમ્પાયરિંગની ટીકા કરી.

મેચ ફીના 50 ટકા દંડ કરવામાં આવ્યો

રિપોર્ટ અનુસાર હરમનપ્રીત કૌરને બેટથી સ્ટમ્પ પર મારવા બદલ મેચ ફીના 50 ટકા દંડ થઈ શકે છે, જ્યારે ઈનામ વિતરણ સમારોહમાં કરવામાં આવેલી ટિપ્પણી માટે 25 ટકા રકમ કાપી શકાય છે. એકંદરે તેને સમગ્ર મેચ માટે ચાર ડીમેરિટ પોઈન્ટ આપવામાં આવી શકે છે. મેચ બાદ ભારતીય કેપ્ટને બાંગ્લાદેશના બેટ્સમેનોના વખાણ કર્યા, પરંતુ કહ્યું કે ખરાબ અમ્પાયરિંગે તેને ઘણું નિરાશ કર્યું છે. અમ્પાયરે ઘણા ખોટા નિર્ણયો આપ્યા.

આ પણ વાંચો : ઋષભ પંત આવતા વર્ષે IPL નહીં રમી શકે, દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો

Back to top button