ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

હરમનપ્રીત કૌરે રચ્યો ઈતિહાસ, મહિલા વનડે ક્રિકેટમાં આવું કરનારી બીજી ભારતીય ખેલાડી

  • ભારતીય મહિલા ટીમે વેસ્ટ ઈન્ડિઝની ટીમને 211 રનથી હરાવી અને ODI શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી

HD ન્યૂઝ ડેસ્ક, 23 ડિસેમ્બર: ભારતીય મહિલા ટીમે વડોદરામાં રમાયેલી પ્રથમ ODI મેચમાં વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમને હરાવી શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે કુલ 314 રન બનાવ્યા હતા. આ પછી વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 103 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને પૂરી 50 ઓવર પણ રમી શકી નહોતી. ભારતે 211 રને જીત મેળવી હતી, જે મહિલા ODI ક્રિકેટમાં તેની બીજી સૌથી મોટી જીત છે. સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર, હરલીન દેઓલ અને રેણુકા સિંહે મેચમાં ભારત માટે સારૂ પ્રદર્શન કર્યું હતું અને આ ખેલાડીઓના કારણે જ ટીમ જીતવામાં સફળ રહી હતી. ટીમ માટે પ્રથમ વનડે મેચમાં હરમનપ્રીત કૌરે જોરદાર ઈનિંગ રમી હતી અને જીતને 300 રનથી આગળ લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

 

હરમનપ્રીત કૌરે શાનદાર પ્રદર્શન કર્યું

સ્મૃતિ મંધાના અને નવોદિત પ્રતિક રાવલે (40 રન) પ્રથમ વિકેટ માટે 110 રનની ભાગીદારી કરી હતી. આ પછી મંધાના તેની સદી ચૂકી ગઈ અને તેણે કુલ 91 રન બનાવ્યા. હરલીનના બેટથી 44 રન બનાવ્યા. ત્રણ ટોપ ઓર્ડર બેટ્સમેનોએ ભારતીય ટીમને મોટો સ્કોર કરવા માટે સારો પાયો નાખ્યો હતો. આ પછી હરમનપ્રીતે માત્ર 23 બોલમાં 34 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે તે મહિલા વનડે ક્રિકેટમાં હજાર રન પૂરા કરનાર બીજી ભારતીય કેપ્ટન બની ગઈ છે. તેના પહેલા મિતાલી રાજે મહિલા વનડે ક્રિકેટમાં કેપ્ટન તરીકે કુલ 5319 રન બનાવ્યા હતા.

26 ODI મેચોમાં કેપ્ટનશિપ કરી

હરમનપ્રીત કૌરે અત્યાર સુધી 26 મેચોમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી છે, જેમાં તેણે 1012 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેણે કુલ ત્રણ સદી અને પાંચ અડધી સદી ફટકારી છે. મહિલા વનડે ક્રિકેટમાં તેની કેપ્ટનશીપ દરમિયાન 143 રન તેનો સર્વોચ્ચ સ્કોર રહ્યો છે.

મંધાનાએ જોરદાર ઇનિંગ રમી

સ્મૃતિ મંધાના છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે અને આ મેચમાં પણ તેણે પોતાની બેટિંગની કૌશલ્ય દેખાડી હતી. તે 91 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. મંધાનાની શાનદાર ઇનિંગ્સ બાદ હરલીન દેઓલ (50 બોલમાં 44 રન), હરમનપ્રીત કૌર (23 બોલમાં 34 રન), રિચા ઘોષ (12 બોલમાં 26 રન) અને જેમિમાહ રોડ્રિગ્સ (19 બોલમાં 31 રન)ના કારણે ઝડપથી રન બનાવ્યા જેને ભારતીય ટીમે 300 રનનો આંકડો પાર કર્યો હતો. બેટ્સમેનોના જોરદાર પ્રદર્શન બાદ રેણુકા સિંહે પાંચ વિકેટ ઝડપી હતી. તેણે તેની ODI કારકિર્દીમાં પ્રથમ વખત પાંચ વિકેટ ઝડપી છે.

આ પણ જૂઓ: ચેમ્પિયન્સ ટ્રોફીના શેડ્યૂલ પર મોટું અપડેટ… આ મેદાન ઉપર રમાશે ભારતના તમામ મેચ

Back to top button