અમદાવાદીઓના આરોગ્ય સાથે ચેડા, એક સપ્તાહમાં લીધેલા 66 નમૂના પૈકી ગાંઠિયા, જ્યૂસમાં મળી ભેળસેળ
અમદાવાદમાં અવાન નવાર ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ મળી આવતા કોર્પોરેશન દ્વારા શંકાસ્પદ જગ્યાએથી નમૂના લઈ તપાસ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત AMC દ્વારા છેલ્લા અઠવાડિયામાં શંકાસ્પદ જગ્યાએથી 66 નમુના લેવામા આવ્યા હતા જેમાંથી કેટલાક ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ મળી આવી છે. ફૂડના 66 નમૂનામાંથી ગાંઠિયા, જ્યૂસમાં ભેળસેળ મળી આવી છે.
ગાંઠિયા અને જ્યુસમાં ભેળસેળ
અમદાવાદમાં ખાદ્ય ચીજ વસ્તુઓમાં થતી ભેળસેળને પકડવા માટે આરોગ્ય વિભાગ હકરતમાં આવ્યું છે. હવે ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે શહેરમાં ખાદ્ય ચીજવસ્તુઓનું મોટા પ્રમાણ વેચાણ થતુ હોય છે. ત્યારે આ ખાદ્ય ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાળા તત્વોને ઝડપી પાડવા માટે AMCએ કવાયત હાથ ધરી છે. અમદાવાદમાં અગાઉ પણ અનેક વાર ખાદ્ય ચીજવસ્તુઓમાં બેળસેળ કરવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે આરોગ્ય વિભાગે અમદાવાદ શહેરમાંથી છેલ્લા અઠવાડિયામાં કુલ 66 ખાદ્ય પદાર્થના નમૂના લીધા હતાં. આ 66 નમુના પૈકી મીઠાઈના 8, દૂધની બનાવટના 3, ખાદ્ય તેલના 3, નમકીનના 6 તથા અન્ય ખાદ્ય પદાર્થના 36 નમૂનાનો સમાવેશ થયો હતો. જેની ચકાસણી માટે તેને લેબમાં મોકલવામાં આવ્યાં હતાં. જેમાથી ન્યુ રાણીપના જયશ્રી કલ્યાણ નમકીના ગાંઠિયામાં અને નરોડાની ક્રિષ્ના ટ્રેડર્સમાં સ્ટ્રોબેરી જ્યુસમાં ભેળસેળ મળી આવી છે.
ડિસેમ્બરમાં પણ 140 જેટલા નમૂના લીધા હતા
ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડિસેમ્બરમાં પણ 140 જેટલા ખાદ્ય પદાર્થના નમૂનાની ચકાસણી કરી હતી. જેમાંથી 82 જેટલા ખાદ્ય પદાર્થના નમુના ફેઈલ ગયા હતા. જ્યારે અન્ય નમૂનાની ચકાસણીનો રિપોર્ટ આવવાનો બાકી છે.
આ પણ વાંચો : શિક્ષણ ક્ષેત્રે મહત્વનો નિર્ણય, નવા સત્રથી ગ્રેજ્યુએશન 3 નહિ પરંતુ 4 વર્ષમાં પૂર્ણ થશે