ટ્રેન્ડિંગયુટિલીટી

Harley-Davidsonને લોન્ચ કરી સૌથી સસ્તી બાઇક, Royal Enfieldને આપશે ટક્કર

Text To Speech

Harley-Davidson કંપનીએ તેની સૌથી સસ્તી બાઇક Harley-Davidson X350 લોન્ચ કરી છે. હાલમાં તેને ચીનમાં લોન્ચ કરવામાં આવી છે. તે આવતા વર્ષની શરૂઆતમાં ભારત સહિત અન્ય દેશોમાં લોન્ચ થવાનું અનુમાન છે. ભારતમાં તેની કિંમત ચીન કરતા અડધી રાખવામાં આવશે.

Harley-Davidson કંપનીએ તેની X350 અને X500 બે મોટરસાઈકલ ચીનના બજારમાં લોન્ચ કરી છે. Harley Davidson X350માં બ્લેક એલોય વ્હીલ્સ, LED ટેલલેમ્પ, મોનોશોક રિયર સસ્પેન્શન, સર્ક્યુલર LED હેડલેમ્પ, રાઉન્ડ શેપ ઈન્ડિકેટર્સ આપવામાં આવ્યા છે.

હાલમાં 8 લાખથી સસ્તી કોઈ બાઈક નથી

ભારતમાં અત્યાર સુધીની સૌથી સસ્તી બાઇક હાર્લી ડેવિડસન આયર્ન 883 છે જેની કિંમત રૂ.11.99 લાખથી શરૂ થાય છે. પરંતુ હાર્લી-ડેવિડસન X350ને ભારતમાં રૂ.2.50ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરી શકે છે. જેનો સીધો મુકાબલો Royal Enfieldની Classic 350 અને Hunter 350 સાથે થશે.

X350માં 350ccનું એન્જિન

Harley Davidson X350માં 350ccનું એન્જિન આપવામાં આવી રહ્યું છે. આ એન્જિન 35 hp સુધી પાવર જનરેટ કરે છે. આ કંપનીની એન્ટ્રી લેવલની બાઇક છે. ભારતીય બજારમાં આ બંને બાઇક માટે Harley Davidson એ Hero MotoCorp સાથે ભાગીદારી કરી છે. જેના કારણે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની કિંમત અહીં ઓછી રાખવામાં આવશે. આ બાઇકમાં અપસાઇડ ડાઉન ફ્રન્ટ ફોર્ક્સ, પહોળી સીટ, ડિજિટલ ડિસ્પ્લે, શાર્પ ફ્યુઅલ ટેન્ક અને ડ્યુઅલ ચેનલ ABS જેવી સુવિધાઓ છે.

Back to top button