ગુજરાત

હરિધામ સોખડા વિવાદ: પ્રેમ સ્વરૂપ સ્વામીની ચાદરવિધિ અટકાવવા પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તો SP પાસે પહોંચ્યા

Text To Speech

વડોદરાઃ હરિધામ સોખડામાં આવેલા આવેલા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ અટકવાનું નામ લઈ નથી રહ્યો. ત્યારે આજે પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તો પ્રેમસ્વરૂપ સ્વામીની ચાદર વિધિ અટકાવવા માટે રજૂઆત કરવા વડોદરા જિલ્લા એસપી કચેરીએ પહોંચ્યા છે અને તેમને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી છે.

હરીધામ સોખડામાં હરિપ્રસાદ સ્વામીના દેહાવસાન બાદ તેમના ઉત્તરાધિકારી તરીકેનો વિવાદ સતત ચાલી રહ્યો છે. જેમાં પહેલા પ્રબોધ સ્વામી અને તેમના સમર્થનમાં આવેલા સંતો અને અનુયાયીઓ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હરિધામ સોખડામાંથી પોલીસ સુરક્ષા વચ્ચે બહાર નીકળી અને આણંદના બાકરોલ ખાતે ગયા હતા. ત્યારબાદ થોડા દિવસોમાં જ હરિધામ સોખડામાં રહેતા ગુણાતીત સ્વામીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. ગુણાતીત સ્વામીની આત્મહત્યાને છુપાવવા માટે તેમના પરિવારજનો અને મંદિરના સંતોએ સમગ્ર ઘટનાની છુપાવી અને તેમની અંતિમ વિધિ કરવાની પ્રક્રિયા હાથ ધરી દીધી હતી.

તે સમયે જ પ્રબોધ સ્વામી જૂથના સમર્થકોએ ગુણાતીત સ્વામીનું મૃત્યુ થયું છે તેવી રજૂઆત વડોદરા કલેક્ટર અને જિલ્લા એસપીને કરતા ગુણાતીત સ્વામીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. તેના પ્રાથમિક રિપોર્ટમાં ગુણાતીત સ્વામીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હોવાનું ખુલ્યું હતું. આ સમગ્ર મામલે હજુ પોલીસની તપાસ ચાલી રહી છે ત્યારે હવે પ્રેમ સ્વરૂપ સ્વામીની ચાદર વિધિનો કાર્યક્રમ જાહેર થતાં આ કાર્યક્રમ ના યોજવામાં આવે તેવી રજૂઆત પ્રબોધ સ્વામી જૂથના સમર્થકોએ કરી છે.

Back to top button