ટ્રેન્ડિંગનેશનલયુટિલીટીવર્લ્ડ કપસ્પોર્ટસ

WORLD CUP 2023: ભારત-ઓસ્ટ્રેલિયાની ફાઈનલ મેચેમાં વ્યૂઅરશિપના તમામ રેકોર્ડ તુટ્યા

Text To Speech
  • અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ફાઇનલ મેચ જોવા હજારો લોકો આવ્યા હતા, તો કરોડો લોકોએ તેને OTT પર નિહાળી.
  • OTT પર અગાઉ નોંધાયેલો  5.3 કરોડ દર્શકોનો રેકોર્ડ તોડીને નવો 5.9 કરોડનો રેકોર્ડ બન્યો.

World cup final: ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ 2023 ની ફાઇનલમાં ભારતને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બન્યું અને ODI ક્રિકેટના ઇતિહાસમાં છઠ્ઠી વખત વર્લ્ડ કપ તેના નામે કર્યો છે. વર્લ્ડ કપ હારતાની સાથે જ ટીમ ઈન્ડિયાની જીતની અપેક્ષા રાખતા કરોડો ભારતીયોના સપના પર પાણી ભરી વળ્યુ હતું.

વર્લ્ડ કપ શરુ થયો ત્યારે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લેતાં ભારતીય ટીમને પ્રથમ બેટિંક કરવા મળી હતી. ભારતીય ટીમને પ્રથમ બેટિંક મળતાની સાથે જ કરોડો ભારતીયો OTT પર મેચ નિહાળી રહ્યા હતા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઈનલ મેચેમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. Disney+Hotstar પર રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રેકોર્ડ 5.9 કરોડ દર્શકોએ મેચ નિહાળી હતી. OTT પ્લેટફોર્મે આ માહિતી આપી છે. Disney+Hotstar અનુસાર, આ રેકોર્ડની સાથે જ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિફાઇનલ મેચમાં બનેલા 5.3 કરોડ દર્શકોનો રેકોર્ડ પણ તૂટી ગયો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફાઈનલ મેચના લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન સૌથી વધુ 5.9 કરોડ દર્શકો નોંધાયા હતા. વર્લ્ડ કપ સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની લીગ મેચમાં 3.5 કરોડ દર્શકોએ લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા મેચ નિહાળી હતી.

નોંધનીય છે કે ફાઈનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 240 રન બનાવ્યા હતા. ત્યાર બાદ તેની સામે ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયા તરફથી વિરાટ કોહલીએ 54 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 66 રનની ઇનિંગ રમી હતી. રોહિત શર્માએ 47 રન બનાવ્યા હતા. આ સિવાય અન્ય કોઈ ખેલાડી કંઈ ખાસ રન કરી શક્યો નહોતો. ભારત તરફથી બોલિંગ દરમિયાન જસપ્રીત બુમરાહે 2 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમીને એક વિકેટ મળી હતી. સિરાજને સફળતા પણ મળી હતી. ભારતે આ પહેલા આ વર્લ્ડ કપમાં 10 મેચ રમી હતી અને તે તમામમાં જીત મેળવી હતી.

આ પણ વાંચો: તમારો સ્માર્ટફોન હેક થયો છે કે નહીં તે કેવી રીતે જાણશો, જાણો પોલીસે આપેલી આ ટીપ્સ દ્વારા

Back to top button