પેપર લીક મામલે હાર્દિકનું સૌથી મોટું નિવેદન, જાણો શું કહ્યું
જુનિયર ક્લાર્કનું પેપર લીક થયા બાદ ભાજપ જાણે કે મૌન ધારણ કરીને બેઠયું ત્યારે રાજ્યભરમાં વિપક્ષ અને ભાજપની જ વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા યુવાનેતા અને વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલે મૌન તોડી પેપરલીક મુદ્દે પોતાનું નિવેદન મીડિયા સમક્ષ આપ્યું હતું.
આ પણ વાંચો : પેપર લીક મુદ્દે મેવાણીના સરકાર પર આકરા પ્રહાર, કહ્યું- સરકાર શ્વેત પત્ર બહાર પાડે
આજરોજ હાર્દિક પટેલ જામનગરની કોર્ટમાં 2018 ના પાસ આંદોલનના એક કેસમાં હજાર થયા હતા ત્યારે હાર્દિકે પેપરલીક મુદ્દે પોતાનું મૌન તોડતા કહ્યું હતું કે, આ પ્રકારના બનાવો ન બનવા જોઈએ,આ અંગે સરકાર ખૂબ ગંભીર છે અને પગલાં લઈ રહી છે. આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે ત્યારે કાયદાકીય પગલાં લેવાશે અને સરકાર પણ આ મામલે ખૂબ કડક છે. વધુમાં હાર્દિકે ઉમેર્યું હતું કે અમારી વિદ્યાર્થી પાંખ પણ વિરોધ કરી રહી છે. હું હમેંશા એવું માનું છું કે પેપર લિકની ઘટના રોકવી જોઈએ અને આ મામલે સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. પેપરલીક ઘટનાઓ રોકવા કાયદો બનાવવો પડે તો બનવાવો જોઈએ.
આ પણ વાંચો : પેપર લીક મુદ્દે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન, ભાજપ ગાઢ નિંદ્રામાં
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ પોતે એક આંદોલનકારી તરીકેની ઓડખાણ ધારવે છે અને અનામત આંદોલન થકી જ રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. પહેલા કોંગ્રેસ અને પછી ભાજપમાં જોડાઈ હાલ ધારાસભ્ય બન્યા છે.