ગુજરાતટોપ ન્યૂઝ

2017ની ચૂંટણી બાદ કોંગ્રેસના હીરો બનેલા હાર્દિક 2022ની ચૂંટણી પહેલા વિલન, કોંગ્રેસ નેતૃત્વ સામે કર્યા અનેક સવાલ

Text To Speech

વર્ષ 2015માં જોવા મળેલા પાટીદાર આંદોલન બાદ ઉભરી આવેલા હાર્દિક પટેલનું હાલ રાજકીય ભાવિ અટવાયું છે. ઘણી જ નાની ઉંમરે પાટીદારોને અનામત આપવાની માગ સાથે સરકાર સામે બાંયો ચડાવી હતી. આ આંદોલનમાં મુખ્ય ચહેર બનનાર હાર્દિક પટેલે ઘણાં લોકોને પોતાના વિરોધ બનાવ્યા તો અનેકને પોતાની તરફ પણ કર્યા.

નાની ઉંમરે રાજકીય પ્રસિદ્ધિ મેળવવાના કારણએ તેમજ પોતાના નિવેદનોથી હાર્દિક પટેલ હંમેશા ચર્ચામાં રહ્યો છે. હાર્દિકે વારંવાર પોતાનું નિવેદન બદલાવીને પોતાની બદલાતી વિચારધારા રજૂ કરી છે. પાટીદાર આંદોલન બાદ વર્ષ 2017ની ચૂંટણીમાં હીરો બનેલા હાર્દિક પટેલ વર્ષ 2019માં કોંગ્રેસમાં જોડાયા બાદ કાર્યકારી પ્રમુખ બન્યા હતા.

ત્યારે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા હાર્દિકે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ પક્ષથી નારાજ ચાલી રહેલાં હાર્દિક પટેલે પાર્ટીના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. હાર્દિક પટેલે ટ્વિટર ઉપર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો છે અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી હોવાનું જણાવ્યું છે.

હાર્દિક પટેલ કેટલા દિવસ રહ્યાં કોંગ્રેસમાં
2017ની વિધાનસભા ચૂંટણી બાદ  હાર્દિક પટેલ 12 માર્ચ, 2019ના રોજ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. ત્યારથી અત્યાર સુધી એટલે કે 3 વર્ષ, 2 મહિના અને 6 દિવસ સુધી તે કોંગ્રેસમાં રહ્યા, જે 1161 દિવસ થાય છે. આ બાદ હવે તેણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.

કોંગ્રેસ પ્રત્યે કાઢી ભડાશ
હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા તેઓએ ટ્વિટર ઉપર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો છે અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી હોવાનું જણાવ્યું છે. સોનિયા ગાંધીને લખેલા પત્રમાં હાર્દિક પટેલે પક્ષ પ્રત્યે પોતાની હૈયાવરાળ ઠાલવી છે.

હાર્દિક પટેલે પક્ષ પ્રત્યેની પોતાની નારાજગી કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને પત્ર લખીને કરી હતી

હાર્દિકે પત્રમાં લખ્યું છે કે, “આ 21મી સદી છે અને ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે. દેશના યુવાનોને સક્ષમ અને મજબૂત નેતૃત્વ જોઇએ છે. છેલ્લાં લગભગ 3 વર્ષમાં મેં જોયું છે કે કોંગ્રેસ પાર્ટી માત્ર વિરોધની રાજનીતિ પૂરતી સીમિત રહી ગઈ છે, જ્યારે દેશની જનતાને એવા વિકલ્પની જરૂર છે, જે તેમના ભવિષ્ય વિશે વિચારે, દેશને આગળ લઈ જવાની ક્ષમતા રાખે. અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર હોય, CAA-NRCનો મુદ્દો હોય, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વાત હોય કે GST લાગુ કરવાની હોય, દેશ લાંબા સમયથી એનો ઉકેલ ઇચ્છતો હતો અને કોંગ્રેસ પાર્ટી માત્ર એમાં અડચણરૂપ બનવાનું કામ કરતી રહી.“

ગુજરાતના નેતાઓ દિલ્હીથી આવતા નેતાને ચિકન સેન્ડવિચ મળી કે નહીં તે વાત પર જ ધ્યાન
હાર્દિક વધુમં લખ્યું છે કે “ હું જ્યારે પણ હાઇકમાન્ડને મળ્યો ત્યારે તેમનું ધ્યાન માત્ર મોબાઈલમાં જ હતું. હાઇકમાન્ડને ગુજરાત અને ગુજરાતીઓથી નફરત છે. ગુજરાતનાં નેતાઓ દિલ્હીથી આવેલા નેતાને ચિકન સેન્ડવીચ ટાઈમ પર મળી કે નહીં તેની પર જ ધ્યાન આપે છે.”

કોંગ્રેસના મોટા નેતાઓએ જાણીજોઇને ગુજરાતની જનતાના પ્રશ્નોને નબળા પાડ્યા
ભારત હોય, ગુજરાત હોય કે મારો પાટીદાર સમાજ હોય, દરેક મુદ્દે કોંગ્રેસનું સ્ટેન્ડ કેન્દ્ર સરકારનો વિરોધ કરવા પૂરતું જ સીમિત રહ્યું છે. દેશના લગભગ દરેક રાજ્યમાં કોંગ્રેસને જનતાએ નકારી કાઢી છે, કારણ કે કોંગ્રેસ પક્ષ અને પક્ષનું નેતૃત્વ જનતા સમક્ષ પાયાનો રોડમેપ પણ રજૂ કરી શક્યું નથી.

મારે અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે આજે ગુજરાતમાં દરેક વ્યક્તિ જાણે છે કે કેવી રીતે કોંગ્રેસના મોટા નેતાઓએ જાણીજોઇને ગુજરાતની જનતાના પ્રશ્નોને નબળા પાડ્યા છે અને એના બદલામાં પોતે જ મોટો આર્થિક ફાયદો ઉઠાવ્યો છે. રાજકીય વિચારધારા ભલે જુદી હોય, પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આ રીતે વેચાઇ જવું એ રાજ્યની જનતા સાથે મોટો વિશ્વાસઘાત છે.

ગુજરાતના યુવાનો પ્રત્યે દ્વેષ રાખે છે
હાર્દિકે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પર પણ પત્રમાં અનેક આક્ષેપ કર્યા છે. સાથે જ લખ્યું છે કે, “રાજકીય વિચારધારા ભલે જુદી હોય, પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આ રીતે વેચાઇ જવું એ રાજ્યની જનતા સાથે મોટો વિશ્વાસઘાત છે. મે ક્યારેય વિચાર્યું ન હોતું કે કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ અમારા રાજ્ય, અમારા સમાજ અને ખાસ કરીને યુવાનો પ્રત્યે આટલો દ્રેષ પોતાના મનમાં રાખે છે.”

Back to top button