ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ચૂંટણી પહેલા કૉંગ્રેસને મોટો ઝટકોઃ હાર્દિક પટેલે આપ્યું રાજીનામું

Text To Speech

વિધાનસભાની 2022ની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કારણકે, પાટીદાર નેતા હાર્દિક પટેલે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. હાર્દિકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે.

શું કહી હાર્દિકે આપ્યું રાજીનામું?
હાર્દિક પટેલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેણે ટ્વીટમાં લખ્યું છે કે, “આજે હું હિંમત કરીને કૉંગ્રેસ પક્ષના પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણયનું સ્વાગત મારા દરેક સાથી અને ગુજરાતની જનતા કરશે. હું માનું છું કે, મારા આ પગલાથી ભવિષ્યમાં ગુજરાત સત્ય માટે સકારાત્મક રીતે કામ કરી શકીશ.”

નારાજગીની અટકળો વચ્ચે રાજીનામું

મહત્વનું છે કે, અગાઉ હાર્દિક પટેલે કૉંગ્રેસની પ્રદેશ નેતાગીરીથી નારાજ હોવાની વાત કરી દીધી હતી. તેમજ કેન્દ્રીય નેતાગીરીને નિર્ણય લેવા માટે જણાવ્યું હતું. પરંતુ આ અંગે કોઈ નિર્ણય ન લેવાતાં અંતે આજે રાજીનામું ધરી દીધું છે. છેલ્લા ઘણા સમયથી હાર્દિક પટેલ નારાજ હોવાની વાતોએ જોર પકડ્યું હતું અને તેને લઈ અનેક અટકળો પણ ચાલી રહી હતી. ત્યારે, હાર્દિકે રાજીનામું આપી દેતા આવી તમામ પ્રકારની ચર્ચા અને અટકળો પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું છે.

Back to top button