હાર્દિક પંડ્યાની સામે આંખ બતાવી ટણી કરવા લાગ્યો આ બોલર,મુંબઈના કપ્તાને ઈશારામાં સમજાવી દીધો


અમદાવાદ, 30 માર્ચ 2025: આઈપીએલ 2025માં 29 માર્ચના રોજ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈંડિયંસ વચ્ચે એક રોમાંચક મેચ રમાઈ ગઈ. આ મેચમાં મુંબઈ ઈંડિયંસના કપ્તાન હાર્દિક પંડ્યા અને ગુજરાત ટાઈટન્સના બોલર સાઈ કિશોરની વચ્ચે ટકરાવ જોવા મળી. આ ઘટના મુંબઈ ઈંડિયંસની ઈનિંગ્સની 15મી ઓવરમાં થઈ હતી. આ ઓવર પહેલા હાર્દિક સતત મોટા શોટ લગાવવા માટે મહેનત કરી રહ્યો હતો. જેના કારણે મુંબઈ ઈંડિયંસની જરુરી રન રેટ સતત વધી રહી હતી. અહીં ઉલ્લેખનિય છે કે, આઈપીએલ એક એવી ટૂર્નામેન્ટ છે, જ્યાં આવી ઘટનાઓ થતી રહેતી હોય છે.
15મી ઓવરમાં થઈ આ ઘટના
હકકીતમાં જોઈએ તો, 15મી ઓવરની શરુઆતી 2 બોલ પર હાર્દિક કોઈ રન નહોતો બનાવી શક્યો, પણ ત્રીજા બોલ પર હાર્દિકે ચોગ્ગો લગાવ્યો. સાઈ કિશોરને આ ગમ્યું નહીં અને અહીંથી બંને વચ્ચે મામલો બગડ્યો. પછી બીજા બોલ પર તેણે હાર્દિકને ફસાવ્યો. હાર્દિકે આ બોલ પર આગળ વધીને મોટો શોટ લગાવવાનો હતો, પણ છેલ્લા તે બોલને ડિફેન્સ કરવામાં જ સફળ થઈ શક્યો. આ બોલ બાદ સાઈ કિશોર અને હાર્દિક એક બીજા સામે એકટસે જોવા લાગ્યા. આ દરમ્યાન હાર્દિકે એક વાર હાથથી સાઈ કિશોર તરફ કંઈક ઈશારો પણ કર્યો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની માફક વાયરલ થઈ રહ્યો છે.
Lafda between Hardik Pandya & Sai Kishore 🔥🥵🥶
But I like calmness from sai kishore, maturity level 👌👌👌 pic.twitter.com/3MHgjUOWzE
— Zsports (@_Zsports) March 30, 2025
હાર્દિક અને આર સાઈ કિશોરનું પ્રદર્શન
આ મેચમાં હાર્દિક પંડ્યાના પ્રદર્શનની વાત કરીએ તો, તે બેટિંગમાં કંઈ ખાસ કરી શક્યો નહીં અને 17 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો. જોકે તેણે આ મેચમાં સારી બોલિંગ કરી. બોલિંગમાં, તેણે 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ લીધી હતી. પરંતુ તેની ટીમને આખરે હારનો સામનો કરવો પડ્યો. આર સાઈ કિશોરની વાત કરીએ તો, તેણે બેટિંગમાં 1 રન બનાવ્યો. બોલિંગમાં, તેણે 4 ઓવરમાં 37 રન આપીને એક વિકેટ લીધી.
આ પણ વાંચો: માફિયા મુખ્તાર અંસારીના શૂટરનું એન્કાઉન્ટર થયું, પકડવા માટે રાખ્યું હતું અઢી લાખનું ઈનામ