હાર્દિક પંડ્યાએ કેપ્ટનશીપ ગયા બાદ પહેલીવાર આપી પ્રતિક્રિયા, કહ્યું: હું આ બિલકુલ જાણતો ન હતો…
- ભારતીય ક્રિકેટ ટીમ થોડા સમયમાં T20 અને ODI શ્રેણી રમવા માટે શ્રીલંકા જવા રવાના થશે
નવી દિલ્હી, 21 જુલાઇ: ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા પ્રવાસ માટે રવાના થવાની છે. આ પ્રવાસમાં T20 અને ODI શ્રેણી રમાશે. પસંદગીકારો દ્વારા પસંદ કરાયેલી ટીમમાં હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારથી આ સમાચાર આવ્યા છે, બધા ઓલરાઉન્ડર હાર્દિકની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે. હાર્દિક પંડયાએ પોતાની ફિટનેસ અને અન્ય બાબતો વિશે વાત કરી હતી. હાર્દિકે એક ઈવેન્ટમાં જણાવ્યું હતું કે, “હું એ વાત બિલકુલ જાણતો ન હતો કે ફિટનેસના કારણે મારી સાથે શું થઈ શકે છે.”
હાર્દિક પંડયાએ કાર્યક્રમમાં શું કહ્યું?
હાર્દિક પંડયાએ કહ્યું કે, મને એ વાતની બિલકુલ જાણ ન હતી કે ફિટનેસના કારણે મારી સાથે શું થઈ શકે છે પરંતુ હું બસ એ વાત મહસૂસ કરું છું કે હું હંમેશા દરેક બાબતમાં નંબર 1 બનવા માંગતો હતો. આ એક ટેવના કારણે હું જ્યારે નાનો હતો ત્યારે હું ઘણી ટ્રેનિંગ કરતો હતો, હું મારી હદને હંમેશા વધારતો રહ્યો છું, ખૂબ દોડતો હતો, આ જ કારણે મારો જે બેઝ (આધાર)છે તે ઘણો મજબૂત થયો છે.”
વિશ્વના બેસ્ટ ઓલરાઉન્ડર પંડયાએ આગળ કહ્યું કે, “હું મારા શરીર વિશે વધુ જાણતો ન હતો, ન તો મને ખબર હતી કે મારી ફિટનેસ કેવી રીતે સુધારવી, જોકે મારો પાયો મજબૂત હતો અને મેં ટ્રેનિંગ દરમિયાન તમામ મૂળભૂત બાબતો યોગ્ય રીતે કરી હતી, જેને મારે કરવું જોઈતું હતું. આ જ કારણે મને ટોચના સ્તરે સારું પરફોર્મન્સ દેવામાં મદદ મળી.”
હાર્દિક પંડયાએ વધુમાં કહ્યું કે, “ હું શરૂઆતમાં 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરતો હતો, જો મને સારી રીતે યાદ હોય તો પછી હું તેને 140 સુધી લઈ જવામાં સફળ રહ્યો હતો અને પછી મારા બોલિંગની સ્પીડને 142 સુધી પણ લઈ ગયો. 2017માં જ હું મારા શરીરને વધુ સારી રીતે ઓળખી શક્યો અને હું મર્યાદાઓથી આગળ વધતો રહ્યો.”
આ પણ જૂઓ: ટીમ ઈન્ડિયાનો કોચિંગ સ્ટાફ નક્કી થઈ ગયો? આ દિગ્ગજો સાથે મળીને કરશે કામ