ટ્રેન્ડિંગમનોરંજન

હાર્દિક પંડ્યાએ પ્રોપર્ટી બચાવવા માટે રમી મોટી ગેમ, નતાશા સ્ટેનકોવિકને નહીં મળે એક પૈસો!

HD ન્યૂઝ ડેસ્ક, 26 મે : હાલમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન હાર્દિક પંડ્યા અને તેમની પત્ની નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાને લઈ મીડિયામાં જોરદાર ચર્ચા ચાલી રહી છે. સમાચારોમાં ચાલી રહેલી ચર્ચાઓ અનુસાર, હાર્દિક પંડ્યાની પત્ની નતાશા તેનાથી અલગ થવાની તૈયારી કરી રહી છે. આ કપલ વચ્ચેનો મતભેદ હવે ઘરનો ઉંબરો ઓળંગીને મીડિયા સુધી ચર્ચવા લાગ્યો છે. હાર્દિક પંડ્યાને તેની ટીમ IPLમાંથી બહાર થવાના કારણે આઘાતનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે અહેવાલો અનુસાર, હાર્દિક વધુ એક મુશ્કેલ તબક્કે ઉભો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સમાચાર મુજબ, એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિકની પત્ની નતાશા માત્ર તેને છૂટાછેડા લેવાની તૈયારી નથી કરી રહી પરંતુ વળતર તરીકે હાર્દિકની 70 ટકા સંપત્તિ પર પોતાનો દાવો પણ દાખવવા જઈ રહી છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

પરંતુ જો આમ થશે તો હાર્દિક માટે તે મોટો ફટકો પડી શકે છે. હાર્દિકની સંપત્તિ 91 કરોડ રૂપિયાની આસપાસ છે અને આવી સ્થિતિમાં તેણે તેની પત્નીને 63 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવું પડી શકે છે. પરંતુ આ સમાચારો વચ્ચે હાર્દિકનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હાર્દિક એક વાતચીત દરમિયાન કહી રહ્યો છે કે મારા નામે કોઈ મિલકત નથી. મેં બધું જ મારી માતાના નામે કર્યું છે. જો એમ હોય, તો તે નતાશા માટે નિરાશાજનક સાબિત થઈ શકે છે.

ખરેખર, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ઈન્ટરવ્યુની ક્લિપમાં હાર્દિક કહી રહ્યો છે કે મેં બધું જ મારી માતાના નામે કર્યું છે. કારથી લઈને ઘર સુધી બધું. હાર્દિકે એમ પણ કહ્યું હતું કે મારો કોઈ ભરોસો નથી તેથી હું મારા નામે કંઈ નહીં લઉં. હું આગળ જતા બીજા કોઈને પચાસ ટકા આપવા માંગતો નથી. આનાથી મને ઘણું નુકસાન થશે.

આ વીડિયો બાદ ચર્ચા છે કે હાર્દિકને પહેલાથી જ નતાશા સાથે છૂટાછેડાની આશંકા હતી, તેથી તેણે આ સ્માર્ટ પગલું ભર્યું. હાર્દિકની કુલ સંપત્તિની વાત કરીએ તો તે લગભગ 91 કરોડ રૂપિયા છે. હાર્દિક પાસે મુંબઈમાં 30 કરોડનું આલિશાન ઘર છે અને વડોદરામાં પણ તેનો બંગલો છે. હાર્દિક પાસે લક્ઝરી કારનું પણ મોટું કલેક્શન છે. હાર્દિક પાસે તેના કાર કલેક્શનમાં ઘણી મોંઘી કાર સહિત કુલ આઠ વાહનો છે.

આ પણ વાંચો :ઓડિશા/ ભાજપના ઉમેદવાર પર EVMમાં તોડફોડનો આરોપ, ધરપકડ બાદ જેલમાં મોકલવામાં આવ્યા

Back to top button