હાર્દિક પંડ્યા-નતાશાના છૂટાછેડા અંગે “જાણકાર સૂત્રો”નો ચોંકાવનારો દાવો
- યુઝરે કહ્યું કે, બંનેએ એક શરત પર કર્યા હતા લગ્ન
HD ન્યૂઝ ડેસ્ક, 27 મે: ભારતીય ટીમનો ખેલાડી હાર્દિક પંડ્યા અને નતાસા સ્ટેનકોવિક હાલમાં તેમના લગ્ન જીવનમાં ચાલી રહેલી ગરબડના સમાચારને કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા અહેવાલો અનુસાર, તેના લગ્ન જીવનમાં કંઇક સારું ચાલી રહ્યું નથી. બંનેના છૂટાછેડાના અહેવાલ બહાર આવી રહ્યા છે. છૂટાછેડાના અહેવાલ ત્યારે બહાર આવવા લાગ્યા જ્યારે નતાશાએ પોતાના નામમાંથી ‘પંડ્યા’ સરનેમ હટાવી દીધી. જો કે, બંને સ્ટાર્સે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. પરંતુ આ દરમિયાન હવે એક યુઝરે દાવો કર્યો છે કે, હાર્દિક અને નતાશાએ જાણીજોઈને છૂટાછેડાના ખોટા સમાચાર ફેલાવ્યા છે. આ બધું હાર્દિકની PR સ્ટ્રેટેજીનો એક ભાગ છે. આવું કેમ કરવામાં આવ્યું, જેને લઈને યુઝરે પોતાની પોસ્ટમાં તમામ બાબતો લખી છે.
Hardik and Natasha (tea)
byu/AdCommon5158 inBollyBlindsNGossip
યુઝરે હાર્દિક-નતાશાના છૂટાછેડાને PR સ્ટંટ ગણાવ્યો
હકીકતમાં, Reddit પર એક યુઝરે હાર્દિક અને નતાશાના છૂટાછેડાને લઈને એક લાંબી પોસ્ટ લખી છે. આટલું જ નહીં, તેણે બંનેને લઈને જે દાવા કર્યા છે તે પણ આશ્ચર્યજનક છે. આ પોસ્ટમાં તે યુઝરે લખ્યું છે કે, ‘મેં નજીકના સૂત્રો પાસેથી સાંભળ્યું છે કે હાર્દિક અને નતાશા ઓપન અરેંજ મેરેજમાં છે. તેઓ બંને એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા અને ઈંગ્લેન્ડમાં ભારતના વર્લ્ડ કપ પછી ઓગસ્ટ 2019-નવેમ્બર 2019 વચ્ચે તેમનો સંબંધ બંધાયો હતો.
નતાશા લગ્ન પહેલા જ ગર્ભવતી થઈ ગઈ હતી: યુઝર
યુઝરે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, ‘પરંતુ રિલેશનશિપ દરમિયાન નતાશા સ્ટેનકોવિક પ્રેગ્નન્ટ થઈ ગઈ અને બંનેએ પોતાના સંબંધોને આગળ વધારવાનો નિર્ણય કર્યો. આ કારણોસર, તેઓએ 2020 નવા વર્ષ દરમિયાન તેમની સગાઈની જાહેરાત કરી, પરંતુ કોવિડને કારણે લગ્ન ભવ્ય નહીં પરંતુ સાદાઈથી કરવામાં આવ્યા. તેમના લગ્નની શરતો હંમેશા સ્પષ્ટ હતી. તેમના લગ્નમાં એક વાત સંપૂર્ણપણે સ્પષ્ટ હતી કે, બંને જેની સાથે ઈચ્છે તેની સાથે રહી શકે છે.
કયા કારણે છૂટાછેડાના સમાચાર ફેલાયા
યુઝરે આગળ દાવો કર્યો અને લખ્યું કે, “અચાનક છૂટાછેડાની અફવા પણ પરસ્પર સહમતિથી ફેલાવવામાં આવી છે. છૂટાછેડા તો નથી થઈ રહ્યા, પરંતુ IPLનો સમગ્ર ફિયાસ્કો અને ફ્લોપ શો પછી સહાનુભૂતિ મેળવવાની PR વ્યૂહરચના તરીકે આવી વાતો ફેલાવવામાં આવી છે. તમે અપેક્ષા રાખી શકો છો કે બંને ટૂંક સમયમાં સંયુક્ત નિવેદન બહાર પાડશે અને આ અફવાને સંપૂર્ણપણે રદિયો આપશે જે તેઓએ પોતે જ ફેલાવી છે.” આ યુઝરની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ સાચું છે કે નહીં, જ્યાં સુધી હાર્દિક અને નતાશા તરફથી કોઈ નિવેદન બહાર ન આવે ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં.
આ પણ જુઓ: અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ કાર્ડ જાહેર, 4 દિવસ સુધી ચાલશે ઉજવણી