ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

નતાશા સાથે છૂટાછેડા બાદ પ્રથમ વખત દીકરાને મળ્યો હાર્દિક પંડ્યા, જૂઓ વીડિયો

Text To Speech

મુંબઈ, 22 સપ્ટેમ્બર : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તાજેતરમાં જ નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડા લીધા બાદ પ્રથમ વખત પુત્ર અગસ્ત્યને મળ્યો હતો. હાર્દિકે તેના પુત્રને મળવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે તેના ભત્રીજા એટલે કે કૃણાલ પંડ્યાના પુત્ર સાથે અગસ્ત્યને ખુશીથી ગળે લગાવતો જોવા મળ્યો હતો.

હાર્દિક પંડ્યા મહિનાઓ પછી પુત્રને મળ્યો હતો

સંબંધોમાં ઘણા ઉતાર-ચઢાવ પછી, ભારતે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ હાર્દિક અને નતાશાએ જૂનમાં છૂટાછેડાની જાહેરાત કરી હતી. આ પહેલા તેમના સંબંધો પર સવાલો ઉઠી રહ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પંડ્યા શબ્દ હટાવી દીધો હતો અને ત્યારબાદ તેમના અલગ થવાના સમાચારો સામે આવવા લાગ્યા હતા. જો કે, થોડા મહિનાઓ પછી જ, બંનેએ સત્તાવાર રીતે તેમના અલગ થવાની માહિતી બધાને શેર કરી.

હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયા ગઈ હતી અને ત્યાં તેણે તેના પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવ્યો હતો અને ત્યાં અગસ્ત્યનો જન્મદિવસ પણ ઉજવ્યો હતો. આ પછી બંને થોડા દિવસ પહેલા જ ભારત પરત ફર્યા હતા. હાર્દિકે તેના પુત્ર સાથે જે વિડિયો શેર કર્યો છે તેમાં તેણે રિયુનાઈટેડ લખ્યું છે.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા આ દિવસોમાં રેડ બોલથી ટ્રેનિંગ કરી રહ્યો છે અને અહેવાલ છે કે તેને રણજી ટ્રોફીમાં પણ રમવા માટે કહેવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, હાર્દિક પંડ્યા ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી શકે છે. જો કે, તે હાલમાં બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી રમી રહેલી ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ નથી. આ ટેસ્ટ સિરીઝ બાદ હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની T20I સિરીઝમાં રમતા જોવા મળી શકે છે.

Back to top button